Posts

Showing posts with the label MY creation

ગ્લેશીયર

લાગણીના ગ્લેશીયર પીગળે આવે આંસુના ઘોડાપુર કંઈ કેટલીય વસ્તુઓ જાય તણાઈ. લાગણીઓની નદી સુકાય જાય અથવા તો વહેણ બદલે કંઈ કેટલાય પ્રસંગો ડૂબે નદીના ન હોવાપણામાં. કુદરતને હોનારત પ્રિય છે! ના, ના એવું નથી કુદરત ને પણ ઘરેડ -રૂટિન પસંદ નથી. ગ્લોબલ વોર્મિંગ લાગણીઓનું! વધુ કુદરતી બનીએ માનવનિર્મિત વસ્તુઓના સહારે?

દુઃખ

Image
જીવન માં દુઃખ હોય કે આપણે ઉભું કરીએ? ઉભા કરેલા દુઃખ ની વાતો કરીએ ખોતરિયે અને વલુરીયે લોહી ના નીકળે ત્યાં સુધી અને પછી એ પાકી જાય... પાકી ગયેલી બધી જ વસ્તુ પરિપક્વ ના કહેવાય!! દુઃખ ને વાગોળવું ગમે અને સુખ ને દાટવું ગમે એવા માણસ થી દુર રહેવું એ તમને પણ સુખી સમજી ને દાટી શકે છે! અને બધી જ દટાઈ ગયેલી વસ્તુ ઉગી નીકળે એવું જરૂરી નથી. -મનન ભટ્ટ, ૧૯/૦૭/૨૦૧૫ ૧૧:૪૦ રાત્રે 

सुना हैं आइना जूठ नहीं बोलता....!!!

सुना हैं आइना जूठ नहीं बोलता .... सुबह होती हैं और अपने आप को देखता हूँ... एक तवायफ की तस्वीर आईने में पाता हूँ... सुना हैं आइना जूठ नहीं बोलता... जिन्दगी जैसे एक कोठा .. हररोज एक नया मुजरा करवाता हैं... जो लोग अपनी घरवाली को  घूँघट में रखते हैं.... वोह लोग ज्यादा मजे लेते हैं... वाह वाही में अपने दिल की घुटन कम महसूस होती हैं... पर ....  कमबख्त आइना जूठ नहीं बोलता!!! जब भी चहेरा दिखलाता हैं नकाब उतरवाता हैं.... सुना हैं आइना जूठ नहीं बोलता....!!! -Manan Bhatt 14-03-2012(12:54)

ત્રણ કવિતા !!!

૧) આંખો  વાદળો સામે  મીટ માંડીને બેઠી છે... સ્થિર આંખો ચાલતા - દોડતા - ઉડતા  વાદળો સાથે હરીફાઈની  ઈચ્છા!!!! ભાઈ, ઈચ્છાનું તો કેવું 'બીનબુલાયે' મહેમાનની  જેમ આવી જાય... પણ, આ જીવનકૈદ માંથી  કઈ એમ જ છૂટી શકાય છે??? વાદળ વરસે કે ના વરસે  આંખો તો વરસી ને હળવીફૂલ બની ચુકી છે!!! ૨) એ.સી. નો કર્કશ અવાજ  કબૂતરોનું ઘુ..ઘુ...ઘુ... વાહનો રાક્ષસોની પેઠે અટ્ટહાસ્ય કરતા હોય  એમ હોર્ન વગાડતા વગાડતા  મદમસ્ત બની ને ચાલ્યા જાય છે. માણસોના હાસ્ય, ગાળો, સંવાદો ટુંકાતા જાય છે ... અને  મનના ડુસકા સંભાળતા જાય જીવન ક્યારેક સહજતાથી જ  ઉદ્ભવે છે.... ૩) જેમ ભીંજાયેલ  પંખો પક્ષીઓને  ઉડવા નથી દેતા... તેમ જ  મદ, અહં અને મત્સર  થી  ભીંજાયેલ 'મન' પણ  ઉડાન નથી  ભરી શકતું... ખંખેરવું પડે છે ... સૂકવવું પડે છે ... અને... હે....આ તો ઉડ્યું...ઉડ્યું ...ઉડ્યું....

'માનવ' થઇ જાયે.

Image
ઝાડને પાણી સાથે વેર થઇ જાયે! તો પછી આ જીંદગી વેરાન થઇ જાયે... તમે આવો ને વાત નો સિલસિલો બંધ થઇ જાયે, તો પછી ઓ દોસ્ત, આ તો દુશ્મન જેવો વ્યવહાર થઇ જાયે.!! સુરજ અને ચાંદ જો એક થઇ જાયે! તાપ અને ચાંદનીમાં થી મન મુક્ત થઇ જાયે.  આપણા પ્રેમનું બસ એકવાર આકલન થઇ જાયે,  તો તો મરતાં પહેલાં જ  મોક્ષ થઇ જાયે. આપની સાથે બે ઘડી પણ જો વાત થઇ જાયે, તો કોઈ શેતાન પણ 'માનવ' થઇ જાયે. (૧૧-૦૪-૨૦૧૦ )

પોતીકું દુ:ખ

Image
દુ:ખ સહન કરવાની શક્તિ વધતી જાય, તમે વાતમાં ખુંપતા જ જાવ, એક દિવસ દુ:ખની માત્ર,  અસરકારકતા, વ્યાખ્યાનું પ્રમાણ બદલાઈ જાય. એક વ્યક્તિગત દુ:ખ હોય, સમાજની દુ:ખ ની વ્યાખ્યાથી તદ્દન જુદું. પોતીકું દુ:ખ, સ્પેશિયલ દુ:ખ, અને માનવ સહજતાથી મારા સ્પેશિયલ  દુ:ખનો આનંદ અનુભવતો જ જાય..... ©ખુશી પંડ્યા

કેવી મજા?

Image
આંખોમાં પાણી ભરાયેલા જ છે, ને  મનમાં પરાણે વાતો ભરાઈગઈ. આ બંને, પેલા દરિયામાં સુંદર, તાલબદ્ધ રીતે વહી જાય તો,        કેવી મજા..... ©ખુશી પંડ્યા

પ્રેમપૂર્વક...

Image
બચુ!!! તને કઈ રીતે સમજાવું, શું સ્થાન છે તારું મારા જીવનમાં.... સવાર તમારા વગર એટલે  ખાંડ વગર ની ચા... ને તમારી સાથે હેય હર્ષો-ઉલ્લાસ ને મજા જ મજા.... આ બધી વાતો કરવામાં  હંમેશા હું તારાકરતા  પાછો જ પડું છું... ના! ના! પાછો રહેવા જ માંગું છું.. તમારી વાતો જેમ મને જીવવા મજબુર કરતી હોય હંમેશા, ને હું તમને ચાહવા મથતો હોઉં છું જ... પણ..... આ બધું તમને સમજાઉં કેવી રીતે???? કોઈ તો ઉપાય કહે!!!! ©મનન ભટ્ટ

કમાટીબાગ...

Image
વડોદરા, તારી ગેરહાજરી, મારું મારી જાત ને શોધવું, કમાટીબાગમાં જવું પાદંડે પાદંડે તારી શોધખોળ, ધોમધખતો તાપ શરીર ને બાળે છે; અને તારી યાદ મન અને દિલ ને, કીડીઓ ને પૂછી લીધું, એમ્ફી થીયેટર માં બેઠેલા પ્રેમીયુગલ ને સહેજ હેરાન કર્યા, જાણ એમને પણ નહતી... પેલી મોટી ઘડિયાળએ સમય ને પણ મોટ્ટો કરી મુક્યો, સતત વાગતા ગીતો વધુ ને વધુ અકળાવી મુકતા હતા, હોટલ રિવાયવલ માં સંગીત નો જલસો, ''એક તું હી ધનવાન હૈ ગોરી....'' યાદો એ સમયને પૂર્ણપણે બાહોપાશ માં લઇ ને થંભી દીધો હતો, જેમ તું મને રોકી રાખતી હતી એમ... છેવટે હારી થાકી ને કમાટીબાગના દ્વારે બેઠેલા હનુમાન દાદા જોડે થોડી વાતો કરી વાતો નહિ ફરિયાદો... દાદા એ કહ્યું બેટા, તારું દિલ તપાસ્યું??? અને....હેય આનંદ જ આનંદ... આનંદોહમ આનંદોહમ આનંદમ પરમાંનંદમ..... ©Manan Bhatt

નથ્થુરામ ગોડસે ની મનોવ્યથા

કાશ... કાશ, હું પણ મુસલમાન હોત, કાશ મારો ધર્મ હિંદુ ના હોત, આજે મારે આ રીતે ફાંસી પર ના લટકવું પડત, હું પણ કોઈ રાજનૈતિક પાર્ટીનો બ્રાંડ એમ્બેસેડર હોત... હું પણ કોઈ પાર્ટી ને મત લાવવામાં મદદરૂપ થાત... હું પણ કસાબ અને અફઝલ ગુરુ ની જેવા લોકો ની જેમ ''ઝેડ પ્લસ'' સિક્યુરીટીમાં જીવતો હોત... કાશ ..કાશ ...હું ૨૧મી સદી માં જન્મ્યો હોત..... ૨૪-૧-૨૦૧૦

રડી શકતો નથી.

આચમન તો હું મૂકી શકતો નથી, અને હું મને જ ભજી શકતો નથી. ક્યારનોય નડું છું હું દુનિયાને, માત્ર તને જ કનડી શકતો નથી. એકની એક ભવાઈ ભજવી ને થાક્યો, આ શરીર બદલી શકતો નથી. આ શું દરવખત મારે જ બોલવું, હવે તો હું મોઢું પણ ખોલી શકતો નથી. અત્યારે લાગણીઓ નું ઘોડાપુર ઉમટ્યું છે, પણ એને કાગળ પર ચીતરી શકતો નથી. તમે આપેલી સજા ની મજા હવે બહુ થઇ, હવે તો 'માનવ' એકાંત માં રડી શકતો નથી. ૧૭-૦૩-2010

બક્ષી વગર ગુજરાતી સાહિત્ય વામણું અને વાંઝણું લાગે...

હા, મને ખબર છે , ગુજરાતી સાહિત્ય માં બક્ષી સિવાય પણ લેખકો છે, જેમને ગુજરાતી સાહિત્ય ને સમૃદ્ધ અથવા વૃદ્ધ કર્યું હશે, પણ જેમ આઝાદી ના લડવૈયામાં ગાંધીજી એકલા જ વધુ પૂજાય છે, એમ મારા સાહિત્ય મંદિર માં બક્ષી જ વધુ પૂજાય છે... મને બક્ષી પૂજક કહેવડાવવામાં ક્યારેય શરમ નથી આવતી ગૌરવ લઉં છું, બક્ષીના 'અંતિમો' સમજી શક્યો તો ખરો.. જે માણસનું ધ્રુવ વાક્ય જ 'દિલ ફાડી ને' હોય એને આપણે, દિલ ફાડી ને જ ચાહવો જોઈએ... લોકો ને અતિરેક લાગે કે ક્યારેક બંધિયાર વિચારો લાગે ... આમપણ બક્ષી ને ઓછુ ક્યાં ખપતુંતું જ... બક્ષી વગર ગુજરાતી સાહિત્ય વામણું અને વાંઝણું લાગે... -મનન ભટ્ટ
Image
Pulsar, You are not only a 'star' for me, you are more than that, you are my super star, My Guide, my philosopher, My companion,Wen I am disheartened, in high spirits, annoyed ... and more than that you are my true friend, whenever I want to run away from this menace world you respect my feeling, and we start to explore the outskirts of this dead city, you always carry me wherever you go, you reduce(by your jumper) my shock, my sorrow when I fall under any damn pit, you stand for, and with me whenever I fall down(most of the time you follow me in that act and you also fall with me to give a company) In all the season- you take me to feel the breeze- Whether its sunny summer or chilly winter, all the time you give me strength and warmth which dilute my fear of darkness, and above all you give me the wings-to think, to roam, to feel the affection; give me a chance to chase the wind, you make me special wherever we go; thanx for being in there with me.... P.S. Love you a lot, and ...
Image
ફોન, વાત કરવાનું સાધન, લાગણીઓ દર્શાવાનું યંત્ર, લાગણીઓ યાંત્રિક હોય? કે ફોન એક યંત્ર કહેવાય? સુખ- દુઃખ બધું જ હમણાનું માત્ર ફોન પર જ થાય છે... ફોન એટલે લાગણીનું સરવૈયું.....

વિષય શિક્ષકની જરૂર છે!!!

મારા પુત્ર માટે 'માનવ-વ્યવહાર' વિષય ભણાવવા માટે શિક્ષકની જરૂર છે, આમ તો, નાનપણથી જ હું એને ભણાવતો આવ્યો છું, ને બધું જ ખુબ જ પ્રેમપૂર્વક શીખવાડ્યું છે... તો પણ.... મને નથી ખબર પડી કે આ 'વૃદ્ધાશ્રમ' કયા વિષયમાં આવે? કે પછી સિલેબસ ની બહાર હોય છે!!! કે પછી આ 'વૃદ્ધાશ્રમ' પરિક્ષાલક્ષી નથી? મારા ખ્યાલથી આ બધું માનવવ્યવહાર વિષયમાં આવે ને એટલે જ મારા ૩૫ વર્ષ ના પુત્ર માટે વિષયશિક્ષક શોધવા નીકળ્યો છું. !!! અરજી કરવાનું સરનામું:- રૂમ નં: ૧૦, શ્રાવણ વૃદ્ધાશ્રમ.... તા.ક. :- અત્યાર ના પરિક્ષાલક્ષી શિક્ષણપ્રથા ને ધ્યાન માં લઇ ને લખ્યું છે....