બક્ષી વગર ગુજરાતી સાહિત્ય વામણું અને વાંઝણું લાગે...

હા,
મને ખબર છે ,
ગુજરાતી સાહિત્ય માં બક્ષી સિવાય પણ લેખકો છે,
જેમને ગુજરાતી સાહિત્ય ને સમૃદ્ધ અથવા વૃદ્ધ કર્યું હશે,
પણ જેમ આઝાદી ના લડવૈયામાં ગાંધીજી એકલા જ વધુ પૂજાય છે,
એમ
મારા સાહિત્ય મંદિર માં બક્ષી જ વધુ પૂજાય છે...
મને બક્ષી પૂજક કહેવડાવવામાં ક્યારેય શરમ નથી આવતી
ગૌરવ લઉં છું,
બક્ષીના 'અંતિમો' સમજી શક્યો તો ખરો..
જે માણસનું ધ્રુવ વાક્ય જ 'દિલ ફાડી ને' હોય
એને આપણે,
દિલ ફાડી ને જ ચાહવો જોઈએ...
લોકો ને અતિરેક લાગે કે ક્યારેક
બંધિયાર વિચારો લાગે ...
આમપણ બક્ષી ને ઓછુ ક્યાં ખપતુંતું જ...
બક્ષી વગર ગુજરાતી સાહિત્ય વામણું અને વાંઝણું લાગે...
-મનન ભટ્ટ

Comments

Rajni Agravat said…
હં ... હવે બરાબર.. યે હુઈ ના બાત!

.


.


ગઈ કાલનો આ છોકરો લેખક બની ગયો
માનવ ન થઈ શક્યો તો મનન થઈ ગયો

Popular posts from this blog

કાદવ

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|

કુંભકર્ણના વંશજો