Posts

Showing posts with the label Chandrakant Bakshi

મંટો- ૩

Image
વેશ્યાવૃતિ                                          સઆદત હસન મંટોના લખાણમાં એક જાતની પારદર્શકતા અને સહજતા આંખે ઉડી ને વળગે એવી છે. એકદમ ચોખ્ખા વિચારો અને સીધી અને સરળ ભાષામાં તર્કબદ્ધ રજૂઆત. એમના લખાણો મને આનાયાશ જ ગુજરાતી સાહિત્યના ચંદ્રકાંત બક્ષી ની યાદ અપાવે છે. બક્ષીબાબુ ની લખાણ શૈલી માં મંટો વણાયેલા દેખાય છે. મને યાદ છે કે જયારે બક્ષી કલકત્તામાં પોતાના પરિવારથી અલગ રહેવા ચાલ્યા ગયા હતા ત્યારે રેડ લાઈટ એરિયા માં રહેતા હતા અને ત્યારે એમણે લખ્યું હતું, " અહીં રહેવાથી એક વાત ની ખબર પડી કે વેશ્યાઓ પણ અંતે તો એક સ્ત્રી જ હોય છે."                                       મંટોસાહેબએ પણ વેશ્યાવૃતિ પર એક સામા...

બક્ષી વગર ગુજરાતી સાહિત્ય વામણું અને વાંઝણું લાગે...

હા, મને ખબર છે , ગુજરાતી સાહિત્ય માં બક્ષી સિવાય પણ લેખકો છે, જેમને ગુજરાતી સાહિત્ય ને સમૃદ્ધ અથવા વૃદ્ધ કર્યું હશે, પણ જેમ આઝાદી ના લડવૈયામાં ગાંધીજી એકલા જ વધુ પૂજાય છે, એમ મારા સાહિત્ય મંદિર માં બક્ષી જ વધુ પૂજાય છે... મને બક્ષી પૂજક કહેવડાવવામાં ક્યારેય શરમ નથી આવતી ગૌરવ લઉં છું, બક્ષીના 'અંતિમો' સમજી શક્યો તો ખરો.. જે માણસનું ધ્રુવ વાક્ય જ 'દિલ ફાડી ને' હોય એને આપણે, દિલ ફાડી ને જ ચાહવો જોઈએ... લોકો ને અતિરેક લાગે કે ક્યારેક બંધિયાર વિચારો લાગે ... આમપણ બક્ષી ને ઓછુ ક્યાં ખપતુંતું જ... બક્ષી વગર ગુજરાતી સાહિત્ય વામણું અને વાંઝણું લાગે... -મનન ભટ્ટ
બક્ષીબાબુ ને હું રૂબરૂ માં ક્યારેય મળ્યો નથી, પણ મને એમ ક્યારે અનુભવાયું જ નથી કે હું એમને રૂબરૂ માં નથી મળ્યો..લેખકની તાકાત શું હોય છે એ બક્ષીબાબુ ને વાંચીને જ સમજાય ...આ માણસને હું ક્યારેય પણ મળ્યો નથી એમની સ્પીચ નથી સાંભળી પણ મારા જીવન માં જો કોઈ એક્વ્યક્તિ નો પ્રભાવ હોય તો એ માત્ર ને માત્ર બક્ષીબાબુ નો જ છે એમ કઈ શકાય...જીવન તો હું જન્મ્યો ત્યારથી જીવતો આવ્યો છું પણ બક્ષીબાબુ એ જીવન ને માણતા શીખવ્યું છે..

quotes 4rm nehal bhais scraps.....

ઈશ્વર બહુ મોટો કમ્યુનિસ્ટ છે દોસ્ત. દરેકને ગણીને ચોવીસ કલાક આપી દીધા છે – એક વર્ષનું બાળક હોય કે કરોડપતિ બુઢ્ઢો હોય. જેમ વાપરવા હોય તેમ આ કલાકો અને દિવસો વાપરો. કેટલાક ચોવીસ કલાકમાંથી ચૌદ કલાક ધંધા માટે વાપરે છે અને સફળતાનો સંતોષ માને છે. અને પીસ્તાળીસમે વર્ષે એકાએક ભાન આવે છે કે બાળપણ, કુમારાવસ્થા, જવાની બધું જ ખોવાઈ ગયું. ઈશ્વર દરેકને બધું જ આપે છે. બાળપણ આપ્યા વિના કોઈને જવાની આપતો નથી. પણ આપણને આપણે માનેલી સફળતાની પાંખો પર બેસીને બુઢાપા તરફ ઊડી જવું છે. પછી બધું યાદ આવે છે, ને પાછળ રહી ગયું એ બધું – અને પછી આપણા ધમપછાડા, બાલિશ ચેષ્ટાઓ, હાસ્યાસ્પદ, દયાજનક કોશિશો, જિદ્દ... આપણી જવાની બતાવ્યા કરવાની, સાબિત કરવાની. આખું જીવન બદસૂરત, વિકલાંગ બની જાય છે. સફળતાના પ્રેમમાં પડવા જેવું નથી. એ વિષકન્યા છે. આખો માણસ અંદરથી ખવાઈ જાય છે. અને બહારથી ખોવાઈ જાય છે. (Chandrkant baxi) તમારી વાત સાચી છે કે સફળતાના પ્રેમમાં પડવા જેવું નથી...પણ એના પ્રત્યે ઉદાસીન કેવી રીતે રહી શકાય? સફળ થવું અને છતાં સફળતા પ્રત્યે ઉદાસીન થવું એ બહુ અઘરી કલા છે જે દરેકને હસ્તગત હોતી નથી. બીજી વાત એ કે પશ્ચિમમાં તો માણસને...

ohhh...c.k.baxi i miss u so much...

કૉલેજનું છેલ્લું વર્ષ એ યુવતાનું પહેલું વર્ષ છે, 21, 22 કે પછી યુવતા શરૂ થાય છે. એમાં સિગરેટ દર ત્રણ સેકંડે એક વાર ખંખેરવી પડતી નથી, રાખ એની મેળે જ પડી જાય છે. એ અવસ્થામાં મોટરસાઈકલને કિક માર્યા પછી સ્પીડોમીટર તરફ જોવાતું નથી. એ દિવસો જીવનની પ્રથમ ગંભીર ચિંતાના દિવસો છે. જે મૂર્ખ માણસો એમ સમજે છે કે જવાની એટલે 24 કલાક ઈશ્કબાઝી કરવાની મૌસમ છે એ મૂર્ખ માણસો બાયોલૉજિકલી અથવા વંશ-વિજ્ઞાનની દ્રષ્ટિએ વ્યવસ્થિત નપુંસક માણસો હશે. યુવાવસ્થા એ સ્થિતિ છે જ્યારે દરેક વ્યક્તિ પુરૂષ કે સ્ત્રી બને છે, અને જીવનના ત્રણ અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્નોથી સંઘર્ષ કરે છે: 1. સાથીની પસંદગી 2. કારકિર્દીની પસંદગી 3. ધર્મ કે વિચારધારાની પસંદગી. જવાની મારી દ્રષ્ટિએ માત્ર ફિલ્મી નટનટીઓના ફોટાઓ જોઈને ખુશખુશાલ થઈ જવાની સિઝન નથી. યુવાવસ્થા એક કઠિન કાલખંડ છે, કારણ કે ગુજરાતીઓ (લેખકો અને પત્રકારો પણ) કુમારાવસ્થા અને કિશોરાવસ્થાને જ યુવાવસ્થા સમજીને વર્ત્યા કરે છે. અમેરિકન સ્લેંગમાં કહું તો: They are crazy mixed-up kids! (યુવતા: પૃ.3-4)