મંટો- ૩

વેશ્યાવૃતિ સઆદત હસન મંટોના લખાણમાં એક જાતની પારદર્શકતા અને સહજતા આંખે ઉડી ને વળગે એવી છે. એકદમ ચોખ્ખા વિચારો અને સીધી અને સરળ ભાષામાં તર્કબદ્ધ રજૂઆત. એમના લખાણો મને આનાયાશ જ ગુજરાતી સાહિત્યના ચંદ્રકાંત બક્ષી ની યાદ અપાવે છે. બક્ષીબાબુ ની લખાણ શૈલી માં મંટો વણાયેલા દેખાય છે. મને યાદ છે કે જયારે બક્ષી કલકત્તામાં પોતાના પરિવારથી અલગ રહેવા ચાલ્યા ગયા હતા ત્યારે રેડ લાઈટ એરિયા માં રહેતા હતા અને ત્યારે એમણે લખ્યું હતું, " અહીં રહેવાથી એક વાત ની ખબર પડી કે વેશ્યાઓ પણ અંતે તો એક સ્ત્રી જ હોય છે." મંટોસાહેબએ પણ વેશ્યાવૃતિ પર એક સામા...