Posts

Showing posts from January, 2022

મૃત્યુ - મોત - અવસાન - દેવ થઇ જવું અને એવું બધું!!!

Image
  એક અકાળ મૃત્યુ સ્વજનનું આપણી પાસે થી કંઈ કેટલું લઇને જાય છે. તમારી શ્રદ્ધા હચમચાવી નાંખે. એ શ્રદ્ધાને ફરી બેઠી કરવા ખુબ જ પ્રયત્ન કરવા પડે. તમને ઉદાસીન બનાવે. દુનિયાને જોવાનો નજરીયો બદલાઈ જાય. કદાચ આને જ હતાશા (ડિપ્રેશન) કહેતા હશે. આમ બધું જ હોય પાસે ને ઘણું બધું ના હોવાનો એહસાસ રહ્યા કરે. તમારું દુઃખ તમારે સાચવીને રાખવું પડે કારણ કે તમે કોઈ બીજા સ્વજનનું દુઃખ વધારવા નથી માંગતા. તમે આ વિષે વાત કરવામાં પણ અક્ષમ નીવડો કારણ કે તમને ખ્યાલ છે કે પરિસ્થિતિ ઘણી તરલ (fluid) છે. લાગણીનો એક ધક્કો તમારી બધી જ ભેગી થયેલી યાતનાઓ - પીડાઓ ના બંધને તોડી નાંખે અને શરુ થાય લાગણીઓના પૂરમાં તણાવાનું. જે તમે બધી જ રીતે ટાળવા માંગતા હોવ. રડી લેવું સહેલું છે પણ રડવું એ જવાબ નથી. તો જવાબ છે શું? આ કોયડો દિવસે ને દિવસે ઘટ્ટ (dense ) થતો જાય.  શ્રદ્ધા ડગવાથી જાત ઉપરનો વિશ્વાસ પણ ડગવા લાગે. છેવટે આપણા હાથમાં કઈ જ નથી તો આ બધા પ્રયત્નો શા માટે? ઉપરવાળો એનું ધાર્યું જ કરવાનો છે તો આ બધી પળોજણ શા માટે? પ્રાર્થનાઓ, માંગણીઓ, હઠ , ચાહ શા માટે? આમ કોઈ વિકલ્પ તો હોતો નથી તો શું કામ વિકલ્પોનો ડોળ ? અને આ બધું જાણવા છતા