'માનવ' થઇ જાયે.



ઝાડને પાણી સાથે વેર થઇ જાયે!
તો પછી આ જીંદગી વેરાન થઇ જાયે...

તમે આવો ને વાત નો સિલસિલો બંધ થઇ જાયે,
તો પછી ઓ દોસ્ત, આ તો દુશ્મન જેવો વ્યવહાર થઇ જાયે.!!

સુરજ અને ચાંદ જો એક થઇ જાયે!
તાપ અને ચાંદનીમાં થી મન મુક્ત થઇ જાયે. 


આપણા પ્રેમનું બસ એકવાર આકલન થઇ જાયે,
 તો તો મરતાં પહેલાં જ  મોક્ષ થઇ જાયે.


આપની સાથે બે ઘડી પણ જો વાત થઇ જાયે,
તો કોઈ શેતાન પણ 'માનવ' થઇ જાયે.

(૧૧-૦૪-૨૦૧૦ )

Comments

Popular posts from this blog

મારા શિક્ષણ જીવનની સ્મરણીય કથા - શશિકાંત વૈદ્ય

ગુ જ ર તી..... ગુજરાતી!!!

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|