Posts

Showing posts from April, 2010

હીંચકો...

Image
૧૩ વરસ સુધી હું ચરોતર ના ખેડા ગામે રહ્યો આમ, તો ખેડા નગરપાલિકા છે પણ હું તો એને ગામડું જ ગણું...ખેડાના અમારા એ ઘર માં એક હીંચકો(અત્યાર ના જેવો નહિ, ખાલી પાટિયું જ લગભગ ૩ફૂટ બાય ૫ ફૂટ નું પાટિયું જ ) બસ એ જ અમારા માટે રમવાનું મેદાન, ગામ માં વીજકાપ પણ ખરો એટલે હવા માટે પણ શ્રેષ્ઠ જગ્યા...મમ્મી બપોરે રમવા બહાર ના જવા દે એટલે હીંચકા પર જ રમીએ....હનુમાન ચાલીશા પણ એના પર જ ગોખી છે....અને ઉનાળુ રાજા ઓ માં તો એ અમારી ગાડી અને એ જ અમારું પ્લેન....પગ થાકી જાય ...એટલા બધા ઊંચા હીંચકા ખાઈએ...એકવાર લય માં આવી જાય પછી તો આપણે આઘા પાછા થઈયે ને હીંચકો ચાલુ જ રહે....બસ એકદમ જ આજે હીંચકો યાદ આવી ગયો....ને નીચે ની કવિતા લખાઈ ગઈ.... હીંચકો... સ્વપન નું વિમાન... મારી 'મા' કામ માં હોય ત્યારે મા નો ખોળો બની ને મને ઝુલાવે સાથે સાથે સપના ઓ પણ ઝૂલે... ઉંચાઈ ને આંબવાની ઈચ્છા કદાચ એણે જ આપી હતી... ચી...ચુ...ડ...ચીચુડ....એ જ અમારા માટે હીપ-હોપ કે રોક મ્યુઝીક.. હેય...આ હમણા હમણા નીકળેલા 'બ્રૈન પાવર એ.સી.' ની ઠંડક એની સામે ક્યાંય પાણી ભરે... ઊંઘ પણ એવી આવે કે હેય.... રીસાય

હિંદુઓને પણ હૃદય હોય છે એ બતાવવા તેમણે છાતી ચીરી ની સાબિતી આપવી પડશે?

હિંદુઓને પણ હૃદય હોય છે એ બતાવવા તેમણે છાતી ચીરી ની સાબિતી આપવી પડશે? હિંદુ સિવાય ના અન્ય ધર્મમાંથી આવો કોઈ સ્ફોટક દાખલો શોધી ને ટાંકી શકશો?- વિનોદ ભટ્ટ                                            વિનોદભાઈ આમ તો હાસ્ય લેખક છે પણ ક્યારેક ક્યારેક એ પણ તર્કશુદ્ધ વાત કરી નાંખે છે એનો જીવતો જાગતો પુરાવો છે આ ઉપર આપેલું વાક્ય. એમણે આ વાક્ય સુપ્રીમ કોર્ટે આપેલા લીવ-ઇન રીલેશનના ચુકાદા સમયે જે રાધા-કૃષ્ણ નો દાખલો આપ્યો હતો એના સંદર્ભ માં આ વાત લખી છે. સુપ્રીમ કોર્ટ ના ન્યાયાધીશનું ઘોર અજ્ઞાને હિંદુઓ ની લાગણી ને ઠેશ પહોંચાડી ને ઘણા કટાર લેખકોએ આ બાબતે ઘણું બધું લખી દીધું એટલે વધુ નથી કહેતો, પણ ફરી થી એક જ વાત પૂછવાનું મન થઇ જાય છે કે જો આવો જ દાખલો એમણે કોઈ બીજા ધર્મમાં થી લીધો હોત તો આ આપણી કહેવાતી સેક્યુલર સરકાર સાંખી લેત???જવાબ બધા ને જ ખબર છે...વધુ ચર્ચા કરવાની જરૂર પણ નથી લગતી અને લખી લખી ને આંગળા દુખાડ્યા નો કોઈ અર્થ નથી... વિચારવાયુ:   હિન્દુસ્તાન એક એવો દેશ છે જ્યાં તમે લઘુમતી નો પક્ષ લઇ ને સેક્યુલર બની શકો છો અને બહુમતી નો પક્ષ લઇ ને કોમ્યુનલ બની શકો છો.

શ્રીમદ ભાગવત-૧

                                       આજે વાત કરવી છે શ્રીમદ ભાગવતની, હિન્દુસ્તાનમાં જન્મ્યા છે એટલે વારસામાં ઘણું બધું મળ્યું છે. અને એમાંનું એક અમુલ્ય મોતી એટલે ' શ્રીમદ ભાગવત '. હજુ ઉંમરમાં અને વાંચનમાં  નાનો છું એટલે ધાર્મિક અર્થઘટન કરવાની ક્ષમતા નથી. અને આમપણ હું શ્રીમદ ભગવતને  ધાર્મિકગ્રંથ કરતા મનોવિજ્ઞાન અને સમાજવ્યવસ્થાનું પુસ્તક હોય એમ વધુ માનું છું.   એક જગ્યા એ વાંચ્યું હતું કે કોઈ પણ ધાર્મિકગ્રંથ ને તર્ક થી નહિ શ્રધ્ધાથી વાંચવામાં જ મજા છે. ઓશોની ભાષામાં તર્ક દુ:ખ લાવે છે અને શ્રધ્ધા પણ ઘટાડે છે. પૂજ્ય મોરારીબાપુ કહે છે " જીવનમાં શું કરવું એના માટે "રામાયણ" વાંચો, જીવનમાં શું ના કરવું એના માટે "મહાભારત" વાંચો. જીવન કઈ રીતે જીવવું એના માટે "શ્રીમદ ગીતા" નો આશ્રય લો, અને મોક્ષ મેળવવા "શ્રીમદ ભગવત" ને સેવો. મોક્ષ ની વ્યાખ્યાબહુ જ સરસ છે " ઈચ્છાઓ રહે અને જીવ છુટે એને મૃત્યુ કહે છે અને ઈચ્છાઓ મરી પરવારે અને જીવ રહે એને મોક્ષ કહે છે. નાનપણ થી સંભાળતો આવ્યો છું કે જીવન માં શાંતિ મેળવવા શ્રીમદ ભગવદ વાંચવું જોઈએ. પણ ઉપર જે

'માનવ' થઇ જાયે.

Image
ઝાડને પાણી સાથે વેર થઇ જાયે! તો પછી આ જીંદગી વેરાન થઇ જાયે... તમે આવો ને વાત નો સિલસિલો બંધ થઇ જાયે, તો પછી ઓ દોસ્ત, આ તો દુશ્મન જેવો વ્યવહાર થઇ જાયે.!! સુરજ અને ચાંદ જો એક થઇ જાયે! તાપ અને ચાંદનીમાં થી મન મુક્ત થઇ જાયે.  આપણા પ્રેમનું બસ એકવાર આકલન થઇ જાયે,  તો તો મરતાં પહેલાં જ  મોક્ષ થઇ જાયે. આપની સાથે બે ઘડી પણ જો વાત થઇ જાયે, તો કોઈ શેતાન પણ 'માનવ' થઇ જાયે. (૧૧-૦૪-૨૦૧૦ )

મંટો- ૩

Image
વેશ્યાવૃતિ                                          સઆદત હસન મંટોના લખાણમાં એક જાતની પારદર્શકતા અને સહજતા આંખે ઉડી ને વળગે એવી છે. એકદમ ચોખ્ખા વિચારો અને સીધી અને સરળ ભાષામાં તર્કબદ્ધ રજૂઆત. એમના લખાણો મને આનાયાશ જ ગુજરાતી સાહિત્યના ચંદ્રકાંત બક્ષી ની યાદ અપાવે છે. બક્ષીબાબુ ની લખાણ શૈલી માં મંટો વણાયેલા દેખાય છે. મને યાદ છે કે જયારે બક્ષી કલકત્તામાં પોતાના પરિવારથી અલગ રહેવા ચાલ્યા ગયા હતા ત્યારે રેડ લાઈટ એરિયા માં રહેતા હતા અને ત્યારે એમણે લખ્યું હતું, " અહીં રહેવાથી એક વાત ની ખબર પડી કે વેશ્યાઓ પણ અંતે તો એક સ્ત્રી જ હોય છે."                                       મંટોસાહેબએ પણ વેશ્યાવૃતિ પર એક સામાજિક અને સાહિત્યિક સંદર્ભમાં લખ્યું છે, એ અહીં હું નીચે મુકું છું. સજ્જનો...! આ વેશ્યાવૃતિ બહુ જરૂરી છે. તમે શહેરમાં સરસ મજાની ચમકતી ગાડીઓ જુવો છો ને? પણ એ સુંદર ગાડીઓ શહેરભરની ગંદકી, કચરો  ઉઠાવના કામ માં નથી આવતી. એના માટે બીજી ગાડીઓ હોય છે, જે બહુ જ ઓછી નજરે પડે છે અને જો નજરે પડે છે તો નાક પર રૂમાલ ડાબી દો છો. જેમ આ ગાડીઓનું હોવું જરૂરી છે એ જ રીતે વેશ્યાઓનું વજ

મંટો-૨

વાર્તાકાર અને યૌન સમસ્યા                    સાહિત્યકારો અને સાહિત્ય રસિકો સઆદત હસન મંટો થી અજાણ નથી. ઉર્દુ ભાષા ના આંગણી ને વેઢે ગણી શકાય તેવા ઉચાં ગજા ના વાર્તાકાર મંટો ના લેખોમાં સામાજિક જવાબદારી ના દર્શન પણ થાય છે.            ઈમેજ પબ્લીકેશન ના પુસ્તક 'સઆદત હસન મંટો- કેટલીક વાર્તાઓ' પુસ્તકમાં થી મને ગમતા થોડા અંશો રજુ કરું છું. આ દુનિયામાં જેટલા પણ અપમાનો છે એ બધાની જનેતા ભૂખ છે. ભૂખ ભીખ મંગાવે છે, ભૂખ અપરાધ શીખવાડે છે, શરીર વેચવા મજબુર કરે છે. ભૂખ અંતિમવાદી બનાવે છે...ભૂખનો હુમલો બહુ જ તીવ્ર, એનો વાર ભરપુર અને એનો ઘા બહુ જ ઊંડો હોય છે. ભૂખ પાગલો પેદા કરે છે, પાગલપણું ભૂખ નથી પેદા કરતુ. ઘડિયાળનો કાંટો જયારે એક પરથી પસાર થઇ ને બે તરફ સરકે છે ત્યારે એકનો આંકડો નક્કામો નથી થઇ જતો. સફર પૂરી કરી ને કાંટો ફરીથી પાછો એક પર પાછો આવે જ છે. આ ઘડિયાળનો નિયમ પણ છે અને દુનિયાનો નિયમ પણ આ જ છે. રોટી અને પેટ, સ્ત્રી અને પુરુષ...આ બેઉ વચ્ચે બહુ જુના સંબંધ છે. અનાદિ અનંતકાળથી ચાલ્યા આવતા સંબંધ..રોટી મહત્વ ની કે પેટ? સ્ત્રી જરૂર કે પુરુષ? જે હોય તે...પણ એ વાત

પોતીકું દુ:ખ

Image
દુ:ખ સહન કરવાની શક્તિ વધતી જાય, તમે વાતમાં ખુંપતા જ જાવ, એક દિવસ દુ:ખની માત્ર,  અસરકારકતા, વ્યાખ્યાનું પ્રમાણ બદલાઈ જાય. એક વ્યક્તિગત દુ:ખ હોય, સમાજની દુ:ખ ની વ્યાખ્યાથી તદ્દન જુદું. પોતીકું દુ:ખ, સ્પેશિયલ દુ:ખ, અને માનવ સહજતાથી મારા સ્પેશિયલ  દુ:ખનો આનંદ અનુભવતો જ જાય..... ©ખુશી પંડ્યા

કેવી મજા?

Image
આંખોમાં પાણી ભરાયેલા જ છે, ને  મનમાં પરાણે વાતો ભરાઈગઈ. આ બંને, પેલા દરિયામાં સુંદર, તાલબદ્ધ રીતે વહી જાય તો,        કેવી મજા..... ©ખુશી પંડ્યા

પ્રેમપૂર્વક...

Image
બચુ!!! તને કઈ રીતે સમજાવું, શું સ્થાન છે તારું મારા જીવનમાં.... સવાર તમારા વગર એટલે  ખાંડ વગર ની ચા... ને તમારી સાથે હેય હર્ષો-ઉલ્લાસ ને મજા જ મજા.... આ બધી વાતો કરવામાં  હંમેશા હું તારાકરતા  પાછો જ પડું છું... ના! ના! પાછો રહેવા જ માંગું છું.. તમારી વાતો જેમ મને જીવવા મજબુર કરતી હોય હંમેશા, ને હું તમને ચાહવા મથતો હોઉં છું જ... પણ..... આ બધું તમને સમજાઉં કેવી રીતે???? કોઈ તો ઉપાય કહે!!!! ©મનન ભટ્ટ

મંટોનો વ્યંગ

            દસ-બાર હજારના ટોળા સામે એક માનસ ભાષણ કરી રહ્યો હતો : " ભાઈઓ, જે સ્ત્રીઓનું અપહરણ થયેલું અને હવે એમાંથી પછી આવી છે એ આપણી સૌથી મોટ્ટી સમસ્યા છે. આપણે સૌથી પહેલા આ સમસ્યાનો ઉકેલ વિચારવાનો છે. જો આપણે ગાફેલ રહીશું તો આ સ્ત્રી ઓ વેશ્યાવાડે જતી રહેશે અને વેશ્યા બની જશે....તમે સાંભળો છો ને? વેશ્યા બની જશે... તમારા બધાની ફરજ છે કે આ સ્ત્રીઓને આવા ભયાનક ભવિષ્ય તરફ જતા તમે રોકો...બચાવો...અને પોતપોતાના ઘરોમાં આ સ્ત્રીઓ માટે જગ્યા ઉભી કરો...પોતાની, પોતાના ભાઈ કે દીકરા ની શાદી કરતા પહેલા તમે આ સ્ત્રીઓને હગીજ ભૂલી જતા નહીં..." કબીર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.          ભાષણ કરવા વાળો બોલતો અટકી ગયો....કબીર તરફ ઈશારો કરીને બુલંદ અવાજે એને ટોળાને કહ્યું..: જુઓ તો ખરા.... આ માણસ ના દિલ પર મારા કહેવાની કેવી અસર થઇ છે?           કબીરે રૂંધાયેલા અવાજે કહ્યું : 'શબ્દોના શહેનશાહ, મારા દિલ પર તારા ભાષણે નામની પર અસર કરી નથી. કોઈ માલદાર ઓરત સાથે પરણવા માટે હજી સુધી તું કુંવારો બેઠો છે એ યાદ આવ્યું....એટલે મને રડું આવ્યું...  --------------------------*----------------------------

મરીઝ

માનજો પ્રેમની એ વાત નથી, એ જો થોડી વાહિયાત નથી. આહ! કુદરતની અલ્પ સુંદરતા! પુરેપુરો દિવસ પ્રભાત નથી. હું તો કેદી છું ખુદના બંધનનો, બહારની કોઈ ચોકિયાત નથી. તેથી પુનર્જન્મમાં માનું છું, આ વખત ની વખત હયાત નથી. ક્યાંથી દર્શન હો આખા માનવનું, આખો ઈશ્વરે સાક્ષાત નથી. અન્ય અંધારા પણ જીવનમાં છે, એક કેવળ વિરહની રાત નથી. આખી દુનિયાને લઇ ને ડૂબું છું, આ ફક્ત મારો આપઘાત નથી. આમ દુનિયાની વિના નહિ ચાલે, આમ દુનિયાની કઈ વિસાત નથી. મારે સારું બધું સહજ છે 'મરીઝ' કેળવેલી આ લાયકાત નથી.

કમાટીબાગ...

Image
વડોદરા, તારી ગેરહાજરી, મારું મારી જાત ને શોધવું, કમાટીબાગમાં જવું પાદંડે પાદંડે તારી શોધખોળ, ધોમધખતો તાપ શરીર ને બાળે છે; અને તારી યાદ મન અને દિલ ને, કીડીઓ ને પૂછી લીધું, એમ્ફી થીયેટર માં બેઠેલા પ્રેમીયુગલ ને સહેજ હેરાન કર્યા, જાણ એમને પણ નહતી... પેલી મોટી ઘડિયાળએ સમય ને પણ મોટ્ટો કરી મુક્યો, સતત વાગતા ગીતો વધુ ને વધુ અકળાવી મુકતા હતા, હોટલ રિવાયવલ માં સંગીત નો જલસો, ''એક તું હી ધનવાન હૈ ગોરી....'' યાદો એ સમયને પૂર્ણપણે બાહોપાશ માં લઇ ને થંભી દીધો હતો, જેમ તું મને રોકી રાખતી હતી એમ... છેવટે હારી થાકી ને કમાટીબાગના દ્વારે બેઠેલા હનુમાન દાદા જોડે થોડી વાતો કરી વાતો નહિ ફરિયાદો... દાદા એ કહ્યું બેટા, તારું દિલ તપાસ્યું??? અને....હેય આનંદ જ આનંદ... આનંદોહમ આનંદોહમ આનંદમ પરમાંનંદમ..... ©Manan Bhatt

સાંભળતો રહું છું હું- બેફામ

Image
પડે છે દુ:ખ તો અશ્રુ જેમ ઓગળતો રહું છું હું, કે ઝાંખો થાઉં છું ત્યારે જ ઝળહળતો રહું છું હું. તમારા રૂપનો આ તાપ જીરવાતો નથી મુજથી, કે જયારે જયારે તમને જોઉં છું, બળતો રહું છું હું. વિરહમાં જળ વિનાના મીન જેવી છે દશા મારી, નથી તું ઝાંઝવાં ને તોય ટળવળતો રહું છું હું. જીવનમાં સ્થિર થવાના સ્વપ્ન પૂરાં થાય કઈ રીતે? દશા એ છે કે નિદ્રામાં ય સળવળતો રહું છું હું. લુછીને અશ્રુ કોઈ મારા જીવનને ભરી જાઓ, કે લ્હાલી જામ છું ને તે છતાં ગળતો રહું છું હું. મળે એકાદ બે સુખ ના પ્રસંગો, એટલા માટે કથામાં તમને મારી સાથ સાંકળતો રહ્યો છું હું. પછી એ આપનાથી ભિન્ન રસ્તો હોય તો પણ શું? મને તો આપ વાળો છો ને વળતો રહ્યો છું હું. સુરજ તો હું ય છું પણ દિન નથી સારા મળ્યા એથી, ઉષા જયારે ઉગે છે ત્યારથી ઢળતો રહ્યો છું હું. નથી જો આપ મળવા આવતાં તો થાય છે શંકા, કે મારાથી અજાણ્યો આપને મળતો રહ્યો છું હું. હવે તો રોકનારા પણ મને રસ્તો કરી દે છે, હવે કોઈ જનાજા જેમ નીકળતો રહ્યો છું હું. નિછાવર સૌ સખા આ મારી એકલતા ઉપર બેફામ, ગઝલ ગાતો રહું છું ને સાંભળતો રહું છું હું.

આજની લગ્ન-વ્યવસ્થા

મહાભારતના વનપર્વની એક કથા છે. મુનિ ઉદ્દાલક તેમના પત્ની સાથે આશ્રમમાં બેઠા છે એ ઘડીએ એક અજાણ્યો વટેમાર્ગુ ત્યાં આવી ચડે છે. ઋષિપત્નીને અપલક જોયા પછી તે કહે છે , ‘ હે માનુની , હું કેટલાય દિવસથી સમાગમથી વંચિત છું અને તને જોઈને મારા શરીરમાં કામ ભડકે બળવા લાગ્યો છે. જો તને સ્વીકાર્ય હોય તો આવ , આપણે સમાગમ કરીએ. ’ અજાણ્યા વટેમાર્ગુની વાત સાંભળીને ઋષિપત્ની બે ઘડી વિચાર કરે છે અને છેવટે મુનિ સામે અછડતું હાસ્ય વેરીને તેની સાથે ચાલતી થાય છે. મુનિ ઉદ્દાલક સ્વસ્થ ચહેરે એ જોઈ રહે છે. ઋષિનો કિશોરવયનો પુત્ર શ્વેતકેતુ આ દૃશ્ય જોઈને ખળભળી ઊઠે છે. ‘ પિતાજી , તમે માતાને આ અજાણ્યા પુરુષ સાથે કેમ જવા દીધી ?’ ‘ કારણ કે , બેટા , એ તેની સંમતિથી ગઈ છે. ’ ‘ પરંતુ આ તો સ્વૈરાચાર થયો. અને તો પછી સ્ત્રી-પુરુષ લગ્ન કરે કે ન કરે તેનો શું અર્થ ?’ ‘ હા બેટા , પરંતુ આપણી સમાજ-વ્યવસ્થા જ આવી છે અને માટે તેનો ઈનકાર ન થઈ શકે. ’ એ પછી શ્વેતકેતુએ જે નિયમો ઘડયા , જે આચારસંહિતા બનાવી , જેને પાપ-પુણ્ય , નીતિ-અનીતિ , યોગ્ય-અયોગ્યના સામાજિક ખ્યાલો સાથે જોડયા એ નિયમો એટલે આજની લગ્ન-વ્યવસ્થા. સૌજન્ય : સંદેશ/ ધ

It is Illegal to Patent Unaltered Human Genes

Image
Until now, Myriad Genetics "owned" the human breast cancer genes. It blocked competitors from developing tests for commonly occurring variants of the genes, essentially preventing patients from getting a second opinion. (Source: Think Gene) A U.S. Federal Court ruled this week that unaltered human genes are products of nature and not patentable. It revoked the patents on breast cancer genes held by Myriad Genetics. (Source: K Science) A court decision this week may at last spell the end to companies' rights to claim ownership of your genes. However, the story started long ago in the biotechnology industry's nascent days in the year 1980. The 1980 U.S. Supreme Court Decision Diamond v. Chakrabarty was among the most important legal precedents of the last two decades of the previous millennia. While it will never enjoy the instant recognition of a case like Roe v Wade or Brown v Board of Education, the case was among the most important commercial and medical decis