કમાટીબાગ...
વડોદરા,
તારી ગેરહાજરી,
મારું મારી જાત ને શોધવું,
કમાટીબાગમાં જવું પાદંડે પાદંડે તારી શોધખોળ,
ધોમધખતો તાપ શરીર ને બાળે છે;
અને તારી યાદ મન અને દિલ ને,
કીડીઓ ને પૂછી લીધું,
એમ્ફી થીયેટર માં બેઠેલા પ્રેમીયુગલ ને સહેજ
હેરાન કર્યા, જાણ એમને પણ નહતી...
પેલી મોટી ઘડિયાળએ સમય ને પણ મોટ્ટો કરી મુક્યો,
સતત વાગતા ગીતો વધુ ને વધુ અકળાવી મુકતા હતા,
હોટલ રિવાયવલ માં સંગીત નો જલસો,
''એક તું હી ધનવાન હૈ ગોરી....''
યાદો એ સમયને પૂર્ણપણે બાહોપાશ માં લઇ ને થંભી દીધો હતો,
જેમ તું મને રોકી રાખતી હતી એમ...
છેવટે હારી થાકી ને કમાટીબાગના દ્વારે બેઠેલા
હનુમાન દાદા જોડે થોડી વાતો કરી
વાતો નહિ ફરિયાદો...
દાદા એ કહ્યું બેટા,
તારું દિલ તપાસ્યું???
અને....હેય આનંદ જ આનંદ...
આનંદોહમ આનંદોહમ આનંદમ પરમાંનંદમ.....
©Manan Bhatt
Comments