વિષય શિક્ષકની જરૂર છે!!!

મારા પુત્ર માટે 'માનવ-વ્યવહાર'
વિષય ભણાવવા માટે શિક્ષકની જરૂર છે,
આમ તો, નાનપણથી જ હું એને ભણાવતો આવ્યો છું,
ને બધું જ ખુબ જ પ્રેમપૂર્વક શીખવાડ્યું છે...
તો પણ....
મને નથી ખબર પડી કે આ 'વૃદ્ધાશ્રમ' કયા વિષયમાં આવે?
કે પછી સિલેબસ ની બહાર હોય છે!!!
કે પછી આ 'વૃદ્ધાશ્રમ' પરિક્ષાલક્ષી નથી?
મારા ખ્યાલથી આ બધું માનવવ્યવહાર
વિષયમાં આવે ને એટલે જ
મારા ૩૫ વર્ષ ના પુત્ર માટે
વિષયશિક્ષક શોધવા નીકળ્યો છું. !!!
અરજી કરવાનું સરનામું:-
રૂમ નં: ૧૦, શ્રાવણ વૃદ્ધાશ્રમ....

તા.ક. :- અત્યાર ના પરિક્ષાલક્ષી શિક્ષણપ્રથા ને ધ્યાન માં લઇ ને લખ્યું છે....

Comments

Popular posts from this blog

કાદવ

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|

કુંભકર્ણના વંશજો