Posts

Showing posts from March, 2013

લંડન

લંડન, તારું આકાશ ખુબ જ નીચું જાણે હમણાં જ હાથમાં આવી જશે. આકાશના તારા તોડવાના સપનાં દરરોજ આંખો વાવે અને જયારે તારા તોડવાના સપનાં તૂટે તો આંસુથી સપનાંને ફરી સીંચે! જોકે, ગલીઓ બહુ સાંકડી જાણે ગામની કેડીઓ જુદા જુદા નામ અને જુદા જુદા દામ ઓક્સફોર્ડ, બોન્ડ, રિજેન્ટ, લીટલ ટીચફીલ્ડ અને કઈ કેટલીય... આકાશ નીચું અને મકાનો ઉંચા, આ ઉંચા મકાનો પાછા આપણને ખોટી આશા બંધાવે કે તું મને સર કરી દઈશ એટલે આકાશ તારું જા.... આકાશ  પાછું કાંચિડા જેવું રંગો બદલે, ક્યારેક સફેદ શાંતિમય, ક્યારેક લાલ લાલ ક્યારેક કેસરી અને ક્યારેક બધું ભેગું. અહીં, અમારે અમદાવાદમાં પારસી લોકો મૃતકને ખુલ્લામાં મૂકી દે અને ઉપર ગીધ ના ટોળે ટોળાં ઉડે. લંડનમાં સાલું બધું જોરદાર, વિમાનો ચકરાવો લેતાં હોય ત્યાં મડદાંઓને પેલા શું કહેવાય... હા, ફ્યુનરલ ડિરેક્ટરો વાળા સાચવે. સાચવે પછી બાળે કે દાટે કે કદાચ પારસી જેવું કરે, કોને ખબર! બાગ - બગીચાઓ બહુ અને બાંકડાઓ એનાથી પણ વધુ પણ કોઈ સાલું બેસનારું જ નહી! બાગમાં ખિસકોલીઓ ફરે, ફરે અને ચરે ત્યાની ખિસકોલીઓ ઓબેસિટીની ભોગ બિચારી, રામ પણ હાથ ફેરવવાનું ચુક્યો હશે,

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|

Image
(હું છેલ્લો છું અને મારી આગળ કોઈ નથી) "The sooner forgotten, the better"  આ હતી બક્ષીબાબુની ઈચ્છા! જેટલો જલ્દી વિસરાઈ જાઉં એટલું વધારે સારું. માફ કરજો બક્ષીબાબુ તમારી વાત નથી માની રહ્યા. નેહલભાઈ, બાકાયદા બક્ષી લઇ ને ઉપસ્થિત થયાં. ૨૫મી માર્ચ, ૨૦૦૬ પૃથ્વી લોકને બાય - બાય કરી ને બીજા કોઈ લોકમાં જઈને પોતાની કલમ યાત્રા શરુ કરી બક્ષીબાબુએ . લગભગ, ૨૦૦૫ની સાલમાં હું કોલેજ નાં પ્રથમ વર્ષમાં હતો અને ઓરકુટ અમારાં માટે એક નવું માધ્યમ અને કઈ નવું રમકડું. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો એટલે ઇન્ટરનેટ માટે સાયબરકાફેનો જ એક સધિયારો લેવો પડતો. આ જે 'નેહલ ભાઈ' છે એમનાં લીધે મારી આખી પોકેટમની સાયબરકાફેમાં વપરાવવા લાગી. નેહલભાઈ એ સમયે ઓરકુટ પર ચંદ્રકાંત બક્ષી કોમ્યુનીટી ચલાવતાં અને બક્ષીનો ભેટો લોકોને કરાવતાં. બક્ષીએ મને નેહલનો ભેટો કરાવ્યો એમ કહું તો ચાલે. બીજા એક એવા જ બક્ષીમય રજનીભાઈ પણ કોમ્યુનીટી દ્વારા પ્રાપ્ત થયાં. નેહલ અવિરત પણે કઈ નવું નવું લખે, બક્ષીબાબુ નાં ક્વોટ્સ હોય કે એમની દિવ્યભાસ્કરમાં આવતી કોલમ હોય એ બધાની ચર્ચા. નહી - નહી ને ૨૦૦ જુદા જુદા વિષયો પર બક