મંટો-૨
વાર્તાકાર અને યૌન સમસ્યા
સાહિત્યકારો અને સાહિત્ય રસિકો સઆદત હસન મંટો થી અજાણ નથી. ઉર્દુ ભાષા ના આંગણી ને વેઢે ગણી શકાય તેવા ઉચાં ગજા ના વાર્તાકાર મંટો ના લેખોમાં સામાજિક જવાબદારી ના દર્શન પણ થાય છે.
ઈમેજ પબ્લીકેશન ના પુસ્તક 'સઆદત હસન મંટો- કેટલીક વાર્તાઓ' પુસ્તકમાં થી મને ગમતા થોડા અંશો રજુ કરું છું.
આ દુનિયામાં જેટલા પણ અપમાનો છે એ બધાની જનેતા ભૂખ છે. ભૂખ ભીખ મંગાવે છે, ભૂખ અપરાધ શીખવાડે છે, શરીર વેચવા મજબુર કરે છે. ભૂખ અંતિમવાદી બનાવે છે...ભૂખનો હુમલો બહુ જ તીવ્ર, એનો વાર ભરપુર અને એનો ઘા બહુ જ ઊંડો હોય છે. ભૂખ પાગલો પેદા કરે છે, પાગલપણું ભૂખ નથી પેદા કરતુ.
ઘડિયાળનો કાંટો જયારે એક પરથી પસાર થઇ ને બે તરફ સરકે છે ત્યારે એકનો આંકડો નક્કામો નથી થઇ જતો. સફર પૂરી કરી ને કાંટો ફરીથી પાછો એક પર પાછો આવે જ છે. આ ઘડિયાળનો નિયમ પણ છે અને દુનિયાનો નિયમ પણ આ જ છે.
રોટી અને પેટ, સ્ત્રી અને પુરુષ...આ બેઉ વચ્ચે બહુ જુના સંબંધ છે. અનાદિ અનંતકાળથી ચાલ્યા આવતા સંબંધ..રોટી મહત્વ ની કે પેટ? સ્ત્રી જરૂર કે પુરુષ? જે હોય તે...પણ એ વાત તો જગજાહેર છે કે દુનિયાભર નું સાહિત્ય માત્ર આ બે સંબંધ ને કેન્દ્રમાં રાખીને જ લખાયું છે. ધાર્મિક ગ્રંથો...જેને આપણે પેગમ્બરોની વાણી કહીએ છીએ- એમાં પણ રોટી અને પેટ, સ્ત્રી અને પુરુષની ચર્ચા થયેલી જ છે.
એક વાર જ વાર ખોટું ન બોલવા કે ચોરી ના કરવા વિષે ઉપદેશ આપી દેવાથી દુનિયા આખી ખોટું બોલાતી અટકી જાય અને ચોરી છોડી દે તો કદાચ એકાદ પેગંબર કે એકાદ અવતાર જ બહુ થઇ જાત. પણ આપણે સહુ જાણીએ છે કે અવતારો અને પેગમ્બરો ની યાદી બહુ જ લાંબી છે.
અમે કાયદો ઘડનાર કે હિસાબ માંગનારા નથી. હિસાબકિતાબ અને કાયદેબાજી બીજાના કામ છે. અમે સત્તાધીશો ની ટીક્કા કરીએ છીએ પણ ખુદ શાસન નથી સંભાળતા. અમે ઈમારતોના નકશા બનાવીએ છે પણ અમે પોતે મકાન નથી બાંધતા.અમે રોગ બતાવીએ છે પણ દવાખાન નથી ચલાવતા.
ચકેલે બેઠેલી કોઈ વેશ્યા એના કોઠા પરથી કોઈ રાહદારી પર પાનની પિચકારી મારે ત્યારે અમે બીજા તમાશો જોનારની જેમ ના તો અમે એ રાહદારી પર હાશિયે છે કે ના તો પેલી વેશ્યાને ગાળ દઈએ છે. "હું આ ઘટનાજોઈ ને થોભી જઈશ. મારી નજર એ ગાંધારી ધંધાદારી ઓરતના અર્ધા ઉઘાડા વસ્ત્રો ને ચિરતિક એના કલંકિત શરીરમાં દાખલ થઇ ને એના હૈયા સુધી પહોંચશે...હું એ હૈયા ને ફાંફોશીશ, ખોતરીશ...અને ખોતરતાં ખોતરતાં થોડીક વાર માટે કલ્પનાના જગત માં હું એ ગાંધારી ચીતરી ચડે એવી વેશ્યા બની જઈશ, કારણ કે મારે એ ઘટના ની માત્ર તસ્વીર નથી રજુ કરવી...મારે તો ઘટના ના અસલ કારણ સુધી પહોંચવું છે..."
જયારે કોઈ સારા ઘરની યુવાન, તંદુરસ્ત અને દેખાવડી છોકરી કોઈ માંદલા, કદરૂપા અને ગરીબ છોકરા સાથે ભાગી જાય છે ત્યારે હું એ છોકરીને વંઠેલી નથી કહેતો. બીજા બધા એ છોકરી ના ભૂત, વર્તમાન, અને ભાવિ ને નીતિ ના માંચડે લટકાવી દેશે, પણ હું પેલી નાનીશી ગાંઠ ખોલવાની કોશિશ કરીશ જેણે એ છોકરીની વિચારવાની તાકાત ને બુઠ્ઠી કરી નાંખી..
એક માણસ બીજા માણસથી કઈ બહુ જુદો નથી પડતો. જે ભૂલ એક પુરુષ કરી શકે છે એ જ ભૂલ બીજો પણ કરી શકે છે. જયારે એક સ્ત્રી બજારમાં દુકાન ખોલી ને એનું શરીર વેચી શકે છે તો દુનિયા ની બધી સ્ત્રી ઓ એવું કરી શકે છે. એટલે ભૂલો કરનાર માણસ નથી, પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિ ના ખેતરમાં માણસ ભૂલો પેદા કરે છે અને પછી એનો પાક પણ લણે છે.
સ્ત્રી અને પુરુષ વચ્ચે એક કંપતી દીવાલ અવરોધરૂપે ઉભેલી છે. આ દીવાલ ને જાળવી રાખવાની કે પડી દેવાની કોશિશ દરેક સદી, દરેક સમયમાં થતી રહી છે...જે લોકો એમાં નગ્નતા ને જુએ છે એ લોકો ને પોતાના એવા અહેસાસ બદલ શરમ આવવી જોઈએ..એ લોકો એને નૈતિકતા ની કસોટી એ ચડાવે છે એમને એટલી ખબર હોવી જોઈએ કે નીતિ એક એવો કાટ છે જે સમાજના અસ્તરા પર અજાણતા જ લાગી ગયો છે.
વિચાર વાયુ: અમારા લખાણ તમને કડવાં, તીખાં અને તુરા લાગે છે પણ આજદિવસ સુધી જે મીઠાશ તમારી સામે પીરસાતી રહી એનાથી ઈન્સાનિયતને શો ફાયદો થયો?...હકીકત ને સાકરમાં લસોટીને આપવાથી એની કડવાશ ઓછી નથી થતી. લીમડાના પણ ભલે કડવાં હોય પણ એ લોહી ચોક્કસ સાફ કરે છે.- મંટો
Comments
aam ek akhi judi shaili ne vanchata hoy evu anubhavay... ek kasak pan lakhan ma anubhavay ane etale j manto ne vanchava ni khub maja aave...