મંટોનો વ્યંગ

            દસ-બાર હજારના ટોળા સામે એક માનસ ભાષણ કરી રહ્યો હતો : " ભાઈઓ, જે સ્ત્રીઓનું અપહરણ થયેલું અને હવે એમાંથી પછી આવી છે એ આપણી સૌથી મોટ્ટી સમસ્યા છે. આપણે સૌથી પહેલા આ સમસ્યાનો ઉકેલ વિચારવાનો છે. જો આપણે ગાફેલ રહીશું તો આ સ્ત્રી ઓ વેશ્યાવાડે જતી રહેશે અને વેશ્યા બની જશે....તમે સાંભળો છો ને? વેશ્યા બની જશે... તમારા બધાની ફરજ છે કે આ સ્ત્રીઓને આવા ભયાનક ભવિષ્ય તરફ જતા તમે રોકો...બચાવો...અને પોતપોતાના ઘરોમાં આ સ્ત્રીઓ માટે જગ્યા ઉભી કરો...પોતાની, પોતાના ભાઈ કે દીકરા ની શાદી કરતા પહેલા તમે આ સ્ત્રીઓને હગીજ ભૂલી જતા નહીં..." કબીર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.

         ભાષણ કરવા વાળો બોલતો અટકી ગયો....કબીર તરફ ઈશારો કરીને બુલંદ અવાજે એને ટોળાને કહ્યું..: જુઓ તો ખરા.... આ માણસ ના દિલ પર મારા કહેવાની કેવી અસર થઇ છે?

          કબીરે રૂંધાયેલા અવાજે કહ્યું : 'શબ્દોના શહેનશાહ, મારા દિલ પર તારા ભાષણે નામની પર અસર કરી નથી. કોઈ માલદાર ઓરત સાથે પરણવા માટે હજી સુધી તું કુંવારો બેઠો છે એ યાદ આવ્યું....એટલે મને રડું આવ્યું... 

--------------------------*------------------------------*-----------------------------


   મંટોની 'બૂ' વાર્તા પર ભદ્ર વર્ગના લોકો ભડકી ઉઠ્યા... અને મામલો અદાલતમાં પહોંચ્યો...એક સાહિત્યકારે મંટો ને કહ્યું: "લાહોર ના કેટલાક ભંગીઓએ અદાલતમાં ફરિયાદ નોંધાવી છે કે તમારી વાર્તા 'બૂ' ની દુર્ગંધ દુર દુર સુધી ફેલાઈ ગઈ છે..."


   મંટો એ હસતા હસતા કહ્યું: "કઈ વાંધો નહિ ....હું એક 'ખુશ્બુ' નામની વાર્તા લખીશ...એનાથી એ લોકો ની ફરિયાદ દુર થઇ જશે...."

----------------------*-------------------------*---------------------------------

         કોઈએ મંટો ને કહ્યું : "ગઈ વખતે તમે મળ્યા ત્યારે મને એ જાણીને બેહદ આનંદ થયેલો કે તમે દારૂ છોડી દીધો  છે...પણ એટલા અફસોસ ની વાત છે કે આજે તમે ફરીથી પીધેલા છો...
     "જનાબ, તમારી વાત સાચી છે... પણ ફરક માત્ર  એટલો જ છે કે એ દિવસે તમે ખુશ હતા અને આજે હું ખુશ છું.."

Comments

Popular posts from this blog

મારા શિક્ષણ જીવનની સ્મરણીય કથા - શશિકાંત વૈદ્ય

ગુ જ ર તી..... ગુજરાતી!!!

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|