હિંદુઓને પણ હૃદય હોય છે એ બતાવવા તેમણે છાતી ચીરી ની સાબિતી આપવી પડશે?

હિંદુઓને પણ હૃદય હોય છે એ બતાવવા તેમણે છાતી ચીરી ની સાબિતી આપવી પડશે? હિંદુ સિવાય ના અન્ય ધર્મમાંથી આવો કોઈ સ્ફોટક દાખલો શોધી ને ટાંકી શકશો?- વિનોદ ભટ્ટ

                                           વિનોદભાઈ આમ તો હાસ્ય લેખક છે પણ ક્યારેક ક્યારેક એ પણ તર્કશુદ્ધ વાત કરી નાંખે છે એનો જીવતો જાગતો પુરાવો છે આ ઉપર આપેલું વાક્ય. એમણે આ વાક્ય સુપ્રીમ કોર્ટે આપેલા લીવ-ઇન રીલેશનના ચુકાદા સમયે જે રાધા-કૃષ્ણ નો દાખલો આપ્યો હતો એના સંદર્ભ માં આ વાત લખી છે. સુપ્રીમ કોર્ટ ના ન્યાયાધીશનું ઘોર અજ્ઞાને હિંદુઓ ની લાગણી ને ઠેશ પહોંચાડી ને ઘણા કટાર લેખકોએ આ બાબતે ઘણું બધું લખી દીધું એટલે વધુ નથી કહેતો, પણ ફરી થી એક જ વાત પૂછવાનું મન થઇ જાય છે કે જો આવો જ દાખલો એમણે કોઈ બીજા ધર્મમાં થી લીધો હોત તો આ આપણી કહેવાતી સેક્યુલર સરકાર સાંખી લેત???જવાબ બધા ને જ ખબર છે...વધુ ચર્ચા કરવાની જરૂર પણ નથી લગતી અને લખી લખી ને આંગળા દુખાડ્યા નો કોઈ અર્થ નથી...

વિચારવાયુ:   હિન્દુસ્તાન એક એવો દેશ છે જ્યાં તમે લઘુમતી નો પક્ષ લઇ ને સેક્યુલર બની શકો છો અને બહુમતી નો પક્ષ લઇ ને કોમ્યુનલ બની શકો છો.

Comments

Sakshar said…
રજનીભાઈના બ્લોગ પરથી લીંક મળી... આજે પહેલી વાર તમારો બ્લોગ જોયો... હવે રેગ્યુલરલી જોતો રહીશ..keep it up...
Manav said…
બ્લોગ પોસ્ટ બાબતે નવો નિશાળીયો છું. પણ ઈચ્છા છે કે દરરોજ કઈ ને કઈ લખું જોઉં છું, ઈચ્છા કેટલી પૂર્ણ થાય છે....:))

Popular posts from this blog

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|

આજની લગ્ન-વ્યવસ્થા

ગુ જ ર તી..... ગુજરાતી!!!