હીંચકો...
૧૩ વરસ સુધી હું ચરોતર ના ખેડા ગામે રહ્યો આમ, તો ખેડા નગરપાલિકા છે પણ હું તો એને ગામડું જ ગણું...ખેડાના અમારા એ ઘર માં એક હીંચકો(અત્યાર ના જેવો નહિ, ખાલી પાટિયું જ લગભગ ૩ફૂટ બાય ૫ ફૂટ નું પાટિયું જ ) બસ એ જ અમારા માટે રમવાનું મેદાન, ગામ માં વીજકાપ પણ ખરો એટલે હવા માટે પણ શ્રેષ્ઠ જગ્યા...મમ્મી બપોરે રમવા બહાર ના જવા દે એટલે હીંચકા પર જ રમીએ....હનુમાન ચાલીશા પણ એના પર જ ગોખી છે....અને ઉનાળુ રાજા ઓ માં તો એ અમારી ગાડી અને એ જ અમારું પ્લેન....પગ થાકી જાય ...એટલા બધા ઊંચા હીંચકા ખાઈએ...એકવાર લય માં આવી જાય પછી તો આપણે આઘા પાછા થઈયે ને હીંચકો ચાલુ જ રહે....બસ એકદમ જ આજે હીંચકો યાદ આવી ગયો....ને નીચે ની કવિતા લખાઈ ગઈ.... હીંચકો... સ્વપન નું વિમાન... મારી 'મા' કામ માં હોય ત્યારે મા નો ખોળો બની ને મને ઝુલાવે સાથે સાથે સપના ઓ પણ ઝૂલે... ઉંચાઈ ને આંબવાની ઈચ્છા કદાચ એણે જ આપી હતી... ચી...ચુ...ડ...ચીચુડ....એ જ અમારા માટે હીપ-હોપ કે રોક મ્યુઝીક.. હેય...આ હમણા હમણા નીકળેલા 'બ્રૈન પાવર એ.સી.' ની ઠંડક એની સામે ક્યાંય પાણી ભરે... ઊંઘ પણ એવી આવે કે હેય.... રીસાય...