quotes 4rm nehal bhais scraps.....
ઈશ્વર બહુ મોટો કમ્યુનિસ્ટ છે દોસ્ત.
દરેકને ગણીને ચોવીસ કલાક આપી દીધા છે – એક વર્ષનું બાળક હોય કે કરોડપતિ બુઢ્ઢો હોય. જેમ વાપરવા હોય તેમ આ કલાકો અને દિવસો વાપરો. કેટલાક ચોવીસ કલાકમાંથી ચૌદ કલાક ધંધા માટે વાપરે છે અને સફળતાનો સંતોષ માને છે. અને પીસ્તાળીસમે વર્ષે એકાએક ભાન આવે છે કે બાળપણ, કુમારાવસ્થા, જવાની બધું જ ખોવાઈ ગયું. ઈશ્વર દરેકને બધું જ આપે છે. બાળપણ આપ્યા વિના કોઈને જવાની આપતો નથી. પણ આપણને આપણે માનેલી સફળતાની પાંખો પર બેસીને બુઢાપા તરફ ઊડી જવું છે. પછી બધું યાદ આવે છે, ને પાછળ રહી ગયું એ બધું – અને પછી આપણા ધમપછાડા, બાલિશ ચેષ્ટાઓ, હાસ્યાસ્પદ, દયાજનક કોશિશો, જિદ્દ... આપણી જવાની બતાવ્યા કરવાની, સાબિત કરવાની.
આખું જીવન બદસૂરત, વિકલાંગ બની જાય છે.
સફળતાના પ્રેમમાં પડવા જેવું નથી. એ વિષકન્યા છે. આખો માણસ અંદરથી ખવાઈ જાય છે. અને બહારથી ખોવાઈ જાય છે.
(Chandrkant baxi)
તમારી વાત સાચી છે કે સફળતાના પ્રેમમાં પડવા જેવું નથી...પણ એના પ્રત્યે ઉદાસીન કેવી રીતે રહી શકાય? સફળ થવું અને છતાં સફળતા પ્રત્યે ઉદાસીન થવું એ બહુ અઘરી કલા છે જે દરેકને હસ્તગત હોતી નથી. બીજી વાત એ કે પશ્ચિમમાં તો માણસને નિષ્ફળ જવાનો પણ હક છે..આપણા સમાજમાં આપણને એ હક મળ્યો નથી.. નિષ્ફળ જઈએ તો ચારેબાજુથી ટોણાનો વરસાદ થાય છે...પૈસાની ખેંચતાણમાં જીવતા અને નિષ્ફળ ગયેલા માણસોના ચહેરા પર ડોકિયા કરતી અદ્રશ્ય વેદના અને હતાશાઓની રેખાઓ મેં જોઈ છે અને થોડો સ્વાનુભવ પણ છે એટલે આ કહી શકું છું...
Women might be able to fake orgasms. But men can fake whole relationships. (Sharon stone)
(quotes 4rm nehal bhais scraps.....)

Comments