ohhh...c.k.baxi i miss u so much...

કૉલેજનું છેલ્લું વર્ષ એ યુવતાનું પહેલું વર્ષ છે, 21, 22 કે પછી યુવતા શરૂ થાય છે. એમાં સિગરેટ દર ત્રણ સેકંડે એક વાર ખંખેરવી પડતી નથી, રાખ એની મેળે જ પડી જાય છે. એ અવસ્થામાં મોટરસાઈકલને કિક માર્યા પછી સ્પીડોમીટર તરફ જોવાતું નથી. એ દિવસો જીવનની પ્રથમ ગંભીર ચિંતાના દિવસો છે. જે મૂર્ખ માણસો એમ સમજે છે કે જવાની એટલે 24 કલાક ઈશ્કબાઝી કરવાની મૌસમ છે એ મૂર્ખ માણસો બાયોલૉજિકલી અથવા વંશ-વિજ્ઞાનની દ્રષ્ટિએ વ્યવસ્થિત નપુંસક માણસો હશે. યુવાવસ્થા એ સ્થિતિ છે જ્યારે દરેક વ્યક્તિ પુરૂષ કે સ્ત્રી બને છે, અને જીવનના ત્રણ અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્નોથી સંઘર્ષ કરે છે:

1. સાથીની પસંદગી
2. કારકિર્દીની પસંદગી
3. ધર્મ કે વિચારધારાની પસંદગી.

જવાની મારી દ્રષ્ટિએ માત્ર ફિલ્મી નટનટીઓના ફોટાઓ જોઈને ખુશખુશાલ થઈ જવાની સિઝન નથી. યુવાવસ્થા એક કઠિન કાલખંડ છે, કારણ કે ગુજરાતીઓ (લેખકો અને પત્રકારો પણ) કુમારાવસ્થા અને કિશોરાવસ્થાને જ યુવાવસ્થા સમજીને વર્ત્યા કરે છે. અમેરિકન સ્લેંગમાં કહું તો: They are crazy mixed-up kids!

(યુવતા: પૃ.3-4)

Comments

Popular posts from this blog

ગુ જ ર તી..... ગુજરાતી!!!

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|

મૃત્યુ - મોત - અવસાન - દેવ થઇ જવું અને એવું બધું!!!