Posts

મારા શિક્ષણ જીવનની સ્મરણીય કથા - શશિકાંત વૈદ્ય

  મારા શિક્ષણ જીવનની સ્મરણીય કથા - શશિકાંત વૈદ્ય  ( પ્રગતિશીલ શિક્ષણ - અંક: સપ્ટેમ્બર 2012) થોડાં વર્ષો પહેલાં હું મારા એક સંબંધી સાથે ફરવા ગયેલો. એમના પિતાજી માતર ખેડા વચ્ચે આવેલ સોખડા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. પાછળથી તે આચાર્ય થયા. (આ સંબંધી મારી દીકરીના સસરા હતા અને તેઓ નિવૃત્ત ડે. કલેકટર હતા.) અમે જ્યારે આ નાના ગામ વાસણામાં પહોંચ્યા ત્યારે મારા વેવાઈ શ્રી ગોવિંદભાઈને જોઈને ઘણા જૂના વૃદ્ધ માણસો મળ્યા અને અમને જોઈને ખૂબ ખુશ થયા. એમણે સૌએ આ જૂના અને ભૂતપૂર્વ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ગણપતરામ ભટ્ટ વિશે કહ્યું. તે એક નિષ્ઠાવાન, કર્મઠ અને મૂલ્યનિષ્ઠ શિક્ષક હતા. એક ૯૦ વર્ષના વૃદ્ધ વડીલના શબ્દો મને યાદ છે : એમણે કહ્યું, ‘ગોવિંદભાઈ, તમારા પિતાજી જેવા મૂલ્યનિષ્ઠ શિક્ષકો આજે દીવો લઈને શોધીએ તો પણ ન જડે. એ કદાપિ શાળામાં મોડા પડ્યા જ નથી. સમયથી - વહેલા જ હોય. એમણે અમને જે કંઈ વિષયો શીખવ્યા અને સંસ્કારો આપ્યા, તેનાથી અમે ખૂબ આગળ આવ્યા. કેટલાક એમના વિદ્યાર્થીઓ પરદેશમાં છે અને ખૂબ સુખી છે, આવા વિદ્યાર્થીઓ પણ આ સાહેબને યાદ કરે છે, તેઓ અમારા સુખ-દુ:ખમાં પણ અપેક્ષા વિના ઊભા રહેતા....

સમજણ

Image
સમજણને અને મારે ૧૨ ગામનું  અંતર ૧૨ ગામે બોલી બદલાય એમ  મારે સમજણ બદલાય એક સમજણ આવે  ત્યાં  હું ૧૨ ગામ  આગળ કે પાછળ ધપ્યો હોઉં! સમજણ બુમો પાડે હે... તું ક્યાં ભાગ્યો? મેં કહ્યું 'ક્યાં' નહીં 'કોનાથી' ભાગ્યો? એવો સવાલ પૂછો તો  સાચો જવાબ મળે. હા.. ભૈ, કોનાથી ભાગ્યો? ઈચ્છાઓથી. ઈચ્છાઓથી?? તારે તો મારાથી  ૧૨ ગામનું અંતર છે! ઈચ્છા તો તારી સખી, તારી જોડે જ રહે. જોડે ને જોડે.  તું ભાગીશ તો એ  તારી જોડે ભાગશે, ભાઈ, આટલી સમજણ હોત તો  એવું ઓછું કે'ત  કે મારે  અને  તારે ૧૨ ગામનું અંતર!!! - મનન ભટ્ટ (૨૩/૦૩/૨૨)

મૃત્યુ - મોત - અવસાન - દેવ થઇ જવું અને એવું બધું!!!

Image
  એક અકાળ મૃત્યુ સ્વજનનું આપણી પાસે થી કંઈ કેટલું લઇને જાય છે. તમારી શ્રદ્ધા હચમચાવી નાંખે. એ શ્રદ્ધાને ફરી બેઠી કરવા ખુબ જ પ્રયત્ન કરવા પડે. તમને ઉદાસીન બનાવે. દુનિયાને જોવાનો નજરીયો બદલાઈ જાય. કદાચ આને જ હતાશા (ડિપ્રેશન) કહેતા હશે. આમ બધું જ હોય પાસે ને ઘણું બધું ના હોવાનો એહસાસ રહ્યા કરે. તમારું દુઃખ તમારે સાચવીને રાખવું પડે કારણ કે તમે કોઈ બીજા સ્વજનનું દુઃખ વધારવા નથી માંગતા. તમે આ વિષે વાત કરવામાં પણ અક્ષમ નીવડો કારણ કે તમને ખ્યાલ છે કે પરિસ્થિતિ ઘણી તરલ (fluid) છે. લાગણીનો એક ધક્કો તમારી બધી જ ભેગી થયેલી યાતનાઓ - પીડાઓ ના બંધને તોડી નાંખે અને શરુ થાય લાગણીઓના પૂરમાં તણાવાનું. જે તમે બધી જ રીતે ટાળવા માંગતા હોવ. રડી લેવું સહેલું છે પણ રડવું એ જવાબ નથી. તો જવાબ છે શું? આ કોયડો દિવસે ને દિવસે ઘટ્ટ (dense ) થતો જાય.  શ્રદ્ધા ડગવાથી જાત ઉપરનો વિશ્વાસ પણ ડગવા લાગે. છેવટે આપણા હાથમાં કઈ જ નથી તો આ બધા પ્રયત્નો શા માટે? ઉપરવાળો એનું ધાર્યું જ કરવાનો છે તો આ બધી પળોજણ શા માટે? પ્રાર્થનાઓ, માંગણીઓ, હઠ , ચાહ શા માટે? આમ કોઈ વિકલ્પ તો હોતો નથી તો શું કામ વિકલ્પોનો ડોળ ? અને આ બધું ...

ગ્લેશીયર

લાગણીના ગ્લેશીયર પીગળે આવે આંસુના ઘોડાપુર કંઈ કેટલીય વસ્તુઓ જાય તણાઈ. લાગણીઓની નદી સુકાય જાય અથવા તો વહેણ બદલે કંઈ કેટલાય પ્રસંગો ડૂબે નદીના ન હોવાપણામાં. કુદરતને હોનારત પ્રિય છે! ના, ના એવું નથી કુદરત ને પણ ઘરેડ -રૂટિન પસંદ નથી. ગ્લોબલ વોર્મિંગ લાગણીઓનું! વધુ કુદરતી બનીએ માનવનિર્મિત વસ્તુઓના સહારે?

ઘડિયાળી જીવન

Image
હા મને ' ઘડિયાળી ' જીવન નથી ગમતું ઘડિયાળના કાંટા જાણે મારી આત્મા હોય એમ શરીર ને ચલાવે છે. જાણે કાંટો આગળ નીકળી જશે ને હું પાછો રહી જઈશ! કાંટા તો નિર્જીવ છે પણ સજીવોને ચલાવે છે ચલાવતા નથી ખેંચે છે હંફાવે છે રડાવે છે દોડાવે છે મારે છે જીવાડે છે સમય સમય કહીને બિવડાવે છે. મારે તને કાઢી નાંખવો છે મારા જીવન નો કાંટો છું તું.. તું કુદરત ને તો નથી ચલાવતો પંખીઓનો કલરવ ને તારે કોઈ સંબંધ ખરો ? સૂર્ય તને જોઈ ને ઉગે છે ? તો મારે કેમ તને અનુસરવો ? ના ના , સમય છે તો હું છું અસ્તિત્વ ટકાવી રાખવાનો એક માપદંડ છે સમય મને જીવાડશે સમયથી આગળ થઈશ તો મને પાછો ખેંચી લાવશે મુઠ્ઠીથી મારા સ્વ ને પકડશે ને પાછો લાવશે. સમય થી પાછળ રહીશ તો ભુલાઈ જઈશ ભૂંસી નાંખશે મારા સ્વ ને. સમય જોડે રહીશ તો..... સચવાઈ જઈશ સચવાવું જ જાણે જીવન! પણ આ સમય અને સમાજ મિત્રો થાય ? સમાજ પણ જોડે ચાલનારને જ સાચવી લે છે ને! ચાલો સમય સમાજ ને જોડે રાખું. જય સમય. જય સમાજ. -મનન ભટ્...

નાનું વર્ઝન

સવારની ચા મૂકી, આજે  પણ બે કપ મુકાઈ ગઈ, ભૂલ થી .. તું  તો હવે નથી રહેતી જોડે, હા માનસિક જોડાણ ને ખેંચાણ હજુ એવું ને એવું જ છે.. વિધુર નું દુ:ખ સમજવા હવે મારે રાહ જોવાની જરૂર નથી જેમ ઊંઘ મુર્ત્યુ નું નાનું વર્ઝન છે તેમ તમારું થોડો સમય પણ મારી જોડે ના હોવું એ વિધૂર જીવન નું નાનું વર્ઝન છે...

મુંબઈ એટલે...

મુંબઈ એટલે, ભરપૂર જમ્યા પછીનો ઓડકાર ખાઈને હજુ કઈ ખાવનું મન થાય, તે. અમદાવાદ એટલે અધૂરા ભાણે પેટ ભરાઈ જાય, એ. મુંબઈ એટલે, પેલી રાતની મુંબઈ - અમદાવાદની ડુરોન્તો ટ્રેન, ગર્ભમાંથી નીકળી ને સીધા મસાણે, તે. અમદાવાદ એટલે, જીવનનાં બધા જુદા જુદા સ્ટેશને રોકાઈ રોકાઈને ચાલતી મેમુ ગાડી. મુંબઈ એટલે, ગળામાં ભરાયેલો ડૂમો, પાનની પિચકારીમાં થૂંકવો પડે, તે. અમદાવાદ એટલે, ભીની આંખે મિત્રોના આંસુથી ઠારતાં નિસાસાઓ ને પછી દુ:ખ દર્દનું તેરમું. તે. મુંબઈ એટલે, પ્રકાશનો તાંડવ અને પર-પ્રકાશિત લોકોનું ટોળું. અમદાવાદ એટલે, ગામનાં ઘેઘુર વડ નીચે ટોળ - ટપ્પા મારતું મિત્રવૃંદ, તે. મુંબઈ એટલે, 'માસી' ના હાથનું જમણ અમદાવાદ એટલે, મા ની બનાવેલ ગરમા ગરમ રોટલી.