Posts

Showing posts from March, 2010

નથ્થુરામ ગોડસે ની મનોવ્યથા

કાશ... કાશ, હું પણ મુસલમાન હોત, કાશ મારો ધર્મ હિંદુ ના હોત, આજે મારે આ રીતે ફાંસી પર ના લટકવું પડત, હું પણ કોઈ રાજનૈતિક પાર્ટીનો બ્રાંડ એમ્બેસેડર હોત... હું પણ કોઈ પાર્ટી ને મત લાવવામાં મદદરૂપ થાત... હું પણ કસાબ અને અફઝલ ગુરુ ની જેવા લોકો ની જેમ ''ઝેડ પ્લસ'' સિક્યુરીટીમાં જીવતો હોત... કાશ ..કાશ ...હું ૨૧મી સદી માં જન્મ્યો હોત..... ૨૪-૧-૨૦૧૦

રડી શકતો નથી.

આચમન તો હું મૂકી શકતો નથી, અને હું મને જ ભજી શકતો નથી. ક્યારનોય નડું છું હું દુનિયાને, માત્ર તને જ કનડી શકતો નથી. એકની એક ભવાઈ ભજવી ને થાક્યો, આ શરીર બદલી શકતો નથી. આ શું દરવખત મારે જ બોલવું, હવે તો હું મોઢું પણ ખોલી શકતો નથી. અત્યારે લાગણીઓ નું ઘોડાપુર ઉમટ્યું છે, પણ એને કાગળ પર ચીતરી શકતો નથી. તમે આપેલી સજા ની મજા હવે બહુ થઇ, હવે તો 'માનવ' એકાંત માં રડી શકતો નથી. ૧૭-૦૩-2010

બક્ષી વગર ગુજરાતી સાહિત્ય વામણું અને વાંઝણું લાગે...

હા, મને ખબર છે , ગુજરાતી સાહિત્ય માં બક્ષી સિવાય પણ લેખકો છે, જેમને ગુજરાતી સાહિત્ય ને સમૃદ્ધ અથવા વૃદ્ધ કર્યું હશે, પણ જેમ આઝાદી ના લડવૈયામાં ગાંધીજી એકલા જ વધુ પૂજાય છે, એમ મારા સાહિત્ય મંદિર માં બક્ષી જ વધુ પૂજાય છે... મને બક્ષી પૂજક કહેવડાવવામાં ક્યારેય શરમ નથી આવતી ગૌરવ લઉં છું, બક્ષીના 'અંતિમો' સમજી શક્યો તો ખરો.. જે માણસનું ધ્રુવ વાક્ય જ 'દિલ ફાડી ને' હોય એને આપણે, દિલ ફાડી ને જ ચાહવો જોઈએ... લોકો ને અતિરેક લાગે કે ક્યારેક બંધિયાર વિચારો લાગે ... આમપણ બક્ષી ને ઓછુ ક્યાં ખપતુંતું જ... બક્ષી વગર ગુજરાતી સાહિત્ય વામણું અને વાંઝણું લાગે... -મનન ભટ્ટ

બુદ્ધં શરણં ગચ્છામિ...

Image