માંગણ.
અરે નારાજ કેમ થાય છે?
ઘણાં સમયથી તું આવું
જીવન તો માંગતો હતો.
હવે શું થયું?
નથી ગમતું આ 'માંગેલું' જીવન
કે આ 'માંગેલું' જીવન
પણ ઓછું આવે છે?
કે આ માંગતા
મંગાઇ ગયેલું
જીવન વાપરતાં
નથી ફાવતું?
હા,
હું માનું છું કે આ જીવન મારું
માંગેલું છે...
પણ
શું માંગેલી વસ્તુ ના ગમે
એવું ના બને?
હવે હું શું કરું?
.
.
.
કઈ નહીં...
કંઇક બીજું માંગી લે!!!
-૨૨/૦૩/૨૦૧૫ ૧૩:૧૯, અમદાવાદ
Comments