આગળ પાછળની રમતમાં કદી ના આવે ફાવટ!

મનન મારો આગળ દોડે
રિધમ મારી પાછળ
આગળ પાછળની રમતમાં કદી ના આવે ફાવટ.

આગળ વાળો જાણે ના રે પાછળનાની પીડાઓ
પાછળ વાળો ઝંખ્યા કરતો આગળનાની લીલાઓ
"હું પહેલો તું છેલ્લો' - આ સૂત્રને દઈએ ઝાપટ
આગળ પાછળની રમતમાં કદી ના આવે ફાવટ.

ચાલો હાથમાં હાથ ગ્રહીને આ દુનિયામાં ફરીએ
ખભે ખભાનો સાથ લઈને દુ:ખોને ભગાવીએ
સાથ દઈને - સાથ લઈને ઉડાવીએ જયાફત
આગળ - પાછળની રમતમાં કદી ના આવે ફાવટ.

મનન  મારે જમણે દોડે,
રિધમ મારે ડાબે
જીવનની સવારી સાચે સાચ મજાની લાગે.

- વીરેન્દ્ર ભટ્ટ

Comments

Popular posts from this blog

કાદવ

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|

કુંભકર્ણના વંશજો