આજના યુવાનો.... આજના યુવાનો...

પગ છો ને હો ઉઘાડા - 
એની ફીકર ના સહેજ છે;
હાથમાં મોબાઈલ છે!
હાથમાં મોબાઈલ છે!!

ચહેરા પરનું હાસ્ય તો માત્ર એક દંભ છે - 
ઘણું બધું કહી જાય -
એની આ લોન - ફાઈલ છે!
હાથમાં મોબાઈલ છે!

વકીલજી, ફેંદી વળો બધી જ કલમું કાયદાની
વાત એવી થાય છે - 
આરોપી જુવેનાઈલ છે!
હાથમાં મોબાઈલ છે!!

આ દેશની પ્રગતિની પરાકાષ્ઠા તો જુઓ - 
સ્લમ વિસ્તારો પુછે છે :
ટિસ્યુ પેપર 'ને ફિનાઈલ છે? 
હાથમાં મોબાઈલ છે!!

-વીરેન્દ્ર ભટ્ટ

Comments

Popular posts from this blog

કાદવ

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|

કુંભકર્ણના વંશજો