આજના યુવાનો....

આજના યુવાનો... પગ છો ને હો ઉઘાડા - એની ફીકર ના સહેજ છે; હાથમાં મોબાઈલ છે! હાથમાં મોબાઈલ છે!! ચહેરા પરનું હાસ્ય તો માત્ર એક દંભ છે - ઘણું બધું કહી જાય - એની આ લોન - ફાઈલ છે! હાથમાં મોબાઈલ છે! વકીલજી, ફેંદી વળો બધી જ કલમું કાયદાની વાત એવી થાય છે - આરોપી જુવેનાઈલ છે! હાથમાં મોબાઈલ છે!! આ દેશની પ્રગતિની પરાકાષ્ઠા તો જુઓ - સ્લમ વિસ્તારો પુ છે છે : ટિસ્યુ પેપર 'ને ફિનાઈલ છે? હાથમાં મોબાઈલ છે!! - વીરેન્દ્ર ભટ્ટ