બામૂલાયદા હોશિયાર....

(કોંગ્રેસ ચિંતનશિબિરમાં થયેલા મંથનનું ચિત્ર )
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.
-રાહુલબાબા 'ચિંતન શિબિર'માં એમનાં મિત્રોને સંબોધીને
રાજાધિરાજ ભારતદેશના આધિપતિ શ્રીયુત રાહુલ ગાંધી પધારી રહ્યા છે. યુવરાજે ઉપાધ્યક્ષ બન્યા પછી પહેલું કામ શું કર્યું? ચિંતન શિબિરમાં તેમના ચેલાઓને રડાવ્યા!!! જો એ પ્રધાનમંત્રી બને તો કદાચ.... આગળ લખવાની હિંમત નથી થતી!
યુવરાજને રાજમાતા એ સરસ શિખામણ આપી, બેટા, આ સત્તા ઝેર સમાન છે. આપણે આ દેશના પામર નાગરિકો જે આપણા પરિવાર ની જવાબદારી છે એમને ઝેર પીવાં નથી દેવાનું અને આપણે એને ગટગટાવી જઈને આ દેશને મુક્તિ આપવાની છે. ભારતભૂમિ જ દેવ-દેવીને આકર્ષે છે. પહેલા ભગવાન શંકરે ઝેર પીધું. હવે, આ બીજો શંકર (પરેશ રાવલ મુજબ વર્ણશંકર!) આપણને મુક્તિ - મોક્ષ અપાવશે.
પીધાં સત્તાના ઝેર તે રાહુલ બની ગયો
ને કીધાં દુ:ખો સહન તે ઉપાધ્યક્ષ બની ગયો
મળતી નથી સિધ્ધી કદી કોઇને સાધના વિના
પણ તું ખરો કે આપમેળે રાજા બની ગયો!!!
ને કીધાં દુ:ખો સહન તે ઉપાધ્યક્ષ બની ગયો
મળતી નથી સિધ્ધી કદી કોઇને સાધના વિના
પણ તું ખરો કે આપમેળે રાજા બની ગયો!!!
(જલન માતરી વાંચીને જલતાં નહી!)
જોકે, રાજા બનવાની હજુ વાર છે.'દેશ કા નેતા કૈસા હો?? રાહુલબાબા જૈસા હો.' ના નારા ગુંજવા માંડ્યા છે. આ નારાઓમાં એક બીજો નારો દબાઈ જાય છે ' કિસીકા ચમચા કૈસા હો? ગાંધીપરિવારકે ચમચે જૈસા હો.' એક ટીવી એન્કરને તો ગાંધીબાબાની સ્પીચ ઓબામા જેવી લાગી. કદાચ રાહુલના એક એક શબ્દથી એ ઓર્ગેસમ(ચરમ -આનંદ)ની અનુભૂતિ કરતી હોય એમ મુખ-ભંગિમા બનાવતી હતી. કેટલાક કોંગ્રેસના નેતાઓને પરમ ઈશ્વર બોલવા આવ્યા હોય એમ લાગવા માંડ્યું અને ભૂવા ધૂણે એમ લોકો ધુણવા માંડ્યા. થોડા સમય માટે એ ચિંતન શિબિર કરતાં 'નિર્મલ-બાબા'નો પ્રોગ્રામ જેવું વધુ લાગ્યું. થોડા સમય માટે કોઈ પરિવાર નું ઉઠમણું હોય એમ લાગ્યું. બિચારા શહીદ કુટુંબની શહીદી લોકોને રડાવી ગઈ.
શીલા દીક્ષિત તો એટલા બધા ખુશ થઇ ગયા કે બાબાને બચીઓ ભરવા લાગી સોનિયાભાભીનો હાથ ચૂમી લીધો. એને લાગ્યું કે ચાલો દિલ્હીમાં આપણો સંદીપ મુખ્યમંત્રી પાક્કો. જોકે, મા-દીકરાને સાચવવામાં તેમનો પાલવ સચવાઈ શક્યો નહતો.
'દેશને બદલી કાઢીશું', 'હવે બોલવાનો સમય નથી, હવે પરિણામ આપવાનો સમય છે'. પરમકૃપાળુ રાહુલબાબાએ આ વાક્ય ઉચ્ચાર્યા એમાં તો લોકોનાં આંખમાં ચમક આવી ગઈ. દેશ આખો અત્યાર સુધી પોઢી રહ્યો'તો અને રાહુલબાબાએ આખા દેશને જગાડી દીધો અને જગાડીને ઓસડીયું-ચવનપ્રાસ- કચ્ચરીયું પણ ખવડાવી દીધું. હવે ભારત દેશ દોડવા માંડશે.
૨૦૧૪ સુધી હવે રાહુલ- નામ જપો. એ જેટલા પ્રસન્ન થશે એટલે આપણે પણ આનંદમાં રહીશું.
વિચાર-વાયુ: રાહુલ ઈચ્છા બળવાન છે.
Comments