વળગણ.

Oye,
તને ખ્યાલ છે
સાલું,
હમણાંનું એક ગજબ નું વળગણ લાગ્યું છે.
તને આખો દિવસ બસ નિહાળવાનું ,
તારાથી તો અજાણ નહી જ હોય ને!
તારી ખુલ્લી આંખો જાણે મારી દુનિયાની બારી,
તારી હસતી આંખો તારા ને પણ ઝાંખા
પાડતું તેજ ફેલાવે છે ત્યારે
હું પ્રગટ થતો હોઊ એમ લાગે છે...
જાણે કોઈ દૈવી ચમત્કાર!
તારી આંગળીઓ એકબીજાને પકડે છે
ત્યારે હું જીવન ને પકડું છુ..
તને આવતું બગાસું અને ઓડકાર
મારા માટે પ્રસાદ...
તું ભલે આંખો નું મટકું મારી દઉં
પણ તારું રૂપ મારી એક પણ આંખ ને
ફરકવા પણ નથી દેતું...
તું તારા નખથી રમતી હોય તો
મને ચિંતા થાય કે તારું કોમળ શરીર ક્ષતિગ્રસ્ત ના થઇ જાય
આવી બધી વાતો થી તને મારું
મન જરૂર ક્ષતિગ્રસ્ત લાગશે...
પણ એમાં મારો વાંક નથી....
તારો ને તારા રૂપ નો જ વાંક છે,
નહી તો મને એવું તો શું
તને એકીટશે જોવા મજબુર કરે છે????
...બસ હવે શરમાયા વગર જવાબ આપીશ
તો ગમશે....
© મનન ભટ્ટ, ૧૬/૦૭/૨૦૧૨ - લંડન
Comments