આજની લગ્ન-વ્યવસ્થા

મહાભારતના વનપર્વની એક કથા છે.

મુનિ ઉદ્દાલક તેમના પત્ની સાથે આશ્રમમાં બેઠા છે એ ઘડીએ એક અજાણ્યો વટેમાર્ગુ ત્યાં આવી ચડે છે. ઋષિપત્નીને અપલક જોયા પછી તે કહે છે, ‘હે માનુની, હું કેટલાય દિવસથી સમાગમથી વંચિત છું અને તને જોઈને મારા શરીરમાં કામ ભડકે બળવા લાગ્યો છે. જો તને સ્વીકાર્ય હોય તો આવ, આપણે સમાગમ કરીએ.અજાણ્યા વટેમાર્ગુની વાત સાંભળીને ઋષિપત્ની બે ઘડી વિચાર કરે છે અને છેવટે મુનિ સામે અછડતું હાસ્ય વેરીને તેની સાથે ચાલતી થાય છે. મુનિ ઉદ્દાલક સ્વસ્થ ચહેરે એ જોઈ રહે છે.

ઋષિનો કિશોરવયનો પુત્ર શ્વેતકેતુ આ દૃશ્ય જોઈને ખળભળી ઊઠે છે.

પિતાજી, તમે માતાને આ અજાણ્યા પુરુષ સાથે કેમ જવા દીધી?’

કારણ કે, બેટા, એ તેની સંમતિથી ગઈ છે.

પરંતુ આ તો સ્વૈરાચાર થયો. અને તો પછી સ્ત્રી-પુરુષ લગ્ન કરે કે ન કરે તેનો શું અર્થ?’

હા બેટા, પરંતુ આપણી સમાજ-વ્યવસ્થા જ આવી છે અને માટે તેનો ઈનકાર ન થઈ શકે.


એ પછી શ્વેતકેતુએ જે નિયમો ઘડયા, જે આચારસંહિતા બનાવી, જેને પાપ-પુણ્ય, નીતિ-અનીતિ, યોગ્ય-અયોગ્યના સામાજિક ખ્યાલો સાથે જોડયા એ નિયમો એટલે આજની લગ્ન-વ્યવસ્થા.


સૌજન્ય : સંદેશ/ ધૈવત ત્રિવેદી.

Comments

Rajni Agravat said…
સરસ..પણ 'ધૈવત ત્રિવેદી'એ આ લેખ "સંદેશ"માં લખ્યો છે એ તો નોંધ કરો પ્રભુ! ;)
Manan said…
રજની ભાઈ હવે બરાબર ને....મને આ વાત મારા એક મિત્ર એ ફેસબુક માં મેસેજ માં મોકલી હતી એટલે ખ્યાલ નહતો, આભાર, આ રીતે ટકોરતા રહેશો તો ગમશે...

Popular posts from this blog

મારા શિક્ષણ જીવનની સ્મરણીય કથા - શશિકાંત વૈદ્ય

ગુ જ ર તી..... ગુજરાતી!!!

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|