ગોધરાકાંડ એક કાવતરું!

2020
મગન: અલ્યા છગન સેક્યુલર આ સાલું ગોધરાકાંડનું સત્ય તને ખબર છે?
છગન સેક્યુલર: મગન તારે ગોધરાકાંડનું જ સત્ય જાણવું છે ને તો લે સાંભળ....અમુક કોમવાદી તત્વો એ પોતાની જાત ને બાળી નાંખી હતી.....
મગન: હેં...વાત કઈ ગળે ના ઉતરી! કેમ પોતાની જાતને મારી?કેટલા લોકોએ? અને એને તો આત્મહત્યા ના કહેવાય...??
છગન: હા લગભગ ૬૦ લોકો એ આત્મહત્યા કરી.....અને કારણ તો એવું છે ને કે એના માટે ઈતિહાસ તપાસવો પડે....
મગન: હા તો કહે ને આખી વાત કે કેમ આત્મહત્યા કરી?
છગન: જો ભાઈ તે એતો સાંભળ્યું હશે કે અમુક કોમવાદી લોકો એ ૧૯૯૨માં સેક્યુલર બાબરી મસ્જીદ તોડી નાંખી.....
મગન: હં...પણ આ બાબરી મસ્જીદ તોડી એમાં કોમવાદી લોકોએ કેમ આત્મહત્યા કરી?
છગન: હા ભાઈ શાંતિ રાખ એ જ કહું છુ....તો અ કોમવાદી લોકોને પણ એમ થયું કે આ તો સાલું ખોટું થઇ ગયું...અને એમને....પ્રાયશ્ચિત કરવા પોતાની જાતને ટ્રેન ની અંદર બંધ કરીને સળગાવી દીધી..
મગન: ભાઈ મગજ માં બેસતું નથી ૧૯૯૨ ના પાપનું પ્રાયશ્ચિત છેક ૨૦૦૨માં?
છગન: હા ભાઈ એમને ત્યારે જ લાગ્યું કે સાલું ૨૦ વરસ પછી પણ આપણને અલ્લાહ નહિ જ છોડે એના કરતા આપણે જ પ્રાયશ્ચિત કરી લઈએ....એટલે પોતે આત્મહત્યા કરી લીધી....
મગન: પણ કોઈએ એમને બચાવ્યા નહિ?
છગન: હોતું હશે મગન કે કોઈ એમને ના બચાવે??? આપણા સેક્યુલર ભાઈ બહેનો એમને બચાવવા પાણીની ડોલ ભરી ભરી ને ગયા ને કેટલા લોકો એ તો બારીના ગ્લાસ તોડવા પથ્થરો પણ ફેંક્યા પણ એમને અન્દર થી બધું જ બંધ કરી દીધું હતું એટલે કોઈ જ કઈ ના કરી શક્યું.....
મગન: પણ તમે તો ૬૦ જ લોકો નું કહો છો મેં તો ૨૦૦૦ લોકો મારી ગયા એમ સાંભળ્યું છે....
છગન: હા મગન એની પાછી જુદી કહાની છે...એ સમયે નમો નામનો એક મહાદૈત્ય ત્યાં રાજ કરતો હતો ...એને એની ભૂકંપ માં મેળવેલી સત્તા માં ભૂકંપ ના સર્જાઈ એટલે એણે એવું જુઠાણું ચલાવ્યું કે આપણા સેક્યુલર ભાઈબંધુઓએ એમને સળગાવ્યા...ને પાછા કોમવાદી તત્વોએ હિંસા ચાલુ કરી ને અખા ગુજરાત ને સળગાવી દીધું....
મગન: આ નમો નું ગુજરાતમાં બહુ ઉપજે છે?એની એક હાકલ થી લોકો ગુજરાત સળગાવવા તૈયાર થઇ જાય?
છગન: હા મગન બધા જ એનું માને લોકો એને પૂજે છે .....
મગન: તો પછી એણે એની સત્તા બચાવવા આવું કરવાની શી જરૂર હતી?આમપણ લોકો એને ચુંટણી માં જીતાડી જ દેત ને?
છગન:હમમમ.....
મગન: ને પછી નમો એ તોફાન રોકાવ્યા કે નહિ?
છગન: ના નમો એ તો તોફાન વધારી દીધા....
મગન: તોફાન વધાર્યા એ કઈ રીતે?
છગન: એમણે બધા જ પોલીસ વાળા ને કહી દીધું કે જે ચાલતું હોય એ ચાલવા દ્યો તમે રજા ભોગવો જાઓ.....
મગન: આ તો ખરેખર બકવાસ કહેવાય કેવો કોમવાદી કહેવાય એક તો આપણા સેક્યુલર ભાઈઓએ એમના કોમવાદી ગુંડાઓ ને બચાવવાનો પ્રયાસ કર્યો ને એને આવું જુઠાણું ચલાવી ને ગુજરાત જલાવ્યું....
ક્રમષ.........

Comments

Rajni Agravat said…
5 નવેમ્બર 2009 પછી આ છગન-મગન મળ્યા કે નહી? તમે નકામા કહેવાવ , આપણા જાંબાંઝ (ગબ્બરના સાંભા નહી હો) પત્રકારો 26-11ની ઘટના વખતે "સ્પેશયલ" લોકોની "સ્પેશયલ" વાતોના રિપોર્ટ (વાયા ચેનલ)ના-પાકને મોકલી શકે તો તમે આટલી અમથી વાતો 'લીક" નથી કરાવી શકતા? શેમ ઑન યુ યાર .
Manav said…
ચાલો તમે મારો જુસ્સો વધારી દીધો...હવે આગળનું લખી ને જ લીક કરીશ...

Popular posts from this blog

કાદવ

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|

કુંભકર્ણના વંશજો