પી.......પી....લાગી .....

કાલે છેલ્લા નોરતે મને થયું કે લાવો બહાર રખડી આવીએ ને જોડે જોડે થોડી છોકરીઓ ને પણ જોઈ લેવાય એ ન્યાયે હું બહાર ફરવા નીકળ્યો....લગભગ કલાક પછી કુદરતે જવાબ આપ્યો કે ભાઈ તમે જે પાણી પીધું છે એને હવે બહાર કાઢવાનો સમય થઇ ગયો છે...એટલે મને સુલભ શૌચાલય યાદ આવ્યું ને મેં ગાડી એસ જી હાઈવે પર લઇ લીધી ...ઘણા સમય પહેલા મેં એસ જી હાઇવે પર સુંદર મજા ના બાગ ને નાના નાના સુલભ શૌચાલય જોયા હતા એટલે થયું કે હવે એસ જી હાઇવે જ આપણે ભાગવું પડશે...હું ત્યાં પહોંચ્યો ને જોઉં તો બધા જ સુલભ શૌચાલય પર મસ્ત મોટ્ટા ખંભાતી તાળા હતા.....પહેલો આંચકો ને મને તરત જ વિચાર ઝબકયો કે આ તો ખરો દેશ છે જ્યાં મન અને તન બંને સ્વચ્છ કરાય તેવી જગ્યાઓ રાત્રે બંધ જ હોય છે ...મન ને સ્વચ્છ કરવા મંદિરે જાવ તો ત્યાં પણ તાળું ને તન ને સ્વચ્છ કરવા સુલભ શૌચાલય માં પણ તાળું.....શૌચ
= ચોખ્ખા થવું ....
તરત બીજો વિચાર આવ્યો કે રાત્રે ૯ વાગ્યા પછી તમે ગંદકી ફેલાવી શકો?જો સુલભ શૌચાલય જ ના હોય તો બીજો તો કોઈ ઉપાય ખરો?ગંદકી ફેલાવ્યા સિવાય???!!!
ના છુટકે મારે પણ ડરતા ડરતા બહાર જ ચોખ્ખા થવું પડ્યું.....પાછુ અમદાવાદ માં તો ફરતી કોર્ટ ની વ્યવસ્થા છે જે તમને 'આવું' કરતા પકડે તો ૫૦-૨૦૦ રૂ. સુધી નો દંડ કરે ..ને પેલા અમદાવાદ મિરર વાળા છાપે ચઢાવે એ જુદું....પણ સાલું માણસ કરે શું?

આ વાત અમુક લોકો ને ઘણી નાની લાગે પણ આવી નાની નાની બાબતો ને જ આપણે નજરઅંદાજ કરી ને મોટી મુસીબતો તેડાવતા હોઈએ છે...સરકારે હવે જાગવું જોઈએ ને રાત્રે પણ સુલભ શૌચાલય ચાલુ રાખવા જોઈએ ....

Comments

khushi said…
ha ha ha... good one... completely agree wit u...

Popular posts from this blog

કાદવ

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|

કુંભકર્ણના વંશજો