મારા શિક્ષણ જીવનની સ્મરણીય કથા - શશિકાંત વૈદ્ય ( પ્રગતિશીલ શિક્ષણ - અંક: સપ્ટેમ્બર 2012) થોડાં વર્ષો પહેલાં હું મારા એક સંબંધી સાથે ફરવા ગયેલો. એમના પિતાજી માતર ખેડા વચ્ચે આવેલ સોખડા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. પાછળથી તે આચાર્ય થયા. (આ સંબંધી મારી દીકરીના સસરા હતા અને તેઓ નિવૃત્ત ડે. કલેકટર હતા.) અમે જ્યારે આ નાના ગામ વાસણામાં પહોંચ્યા ત્યારે મારા વેવાઈ શ્રી ગોવિંદભાઈને જોઈને ઘણા જૂના વૃદ્ધ માણસો મળ્યા અને અમને જોઈને ખૂબ ખુશ થયા. એમણે સૌએ આ જૂના અને ભૂતપૂર્વ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ગણપતરામ ભટ્ટ વિશે કહ્યું. તે એક નિષ્ઠાવાન, કર્મઠ અને મૂલ્યનિષ્ઠ શિક્ષક હતા. એક ૯૦ વર્ષના વૃદ્ધ વડીલના શબ્દો મને યાદ છે : એમણે કહ્યું, ‘ગોવિંદભાઈ, તમારા પિતાજી જેવા મૂલ્યનિષ્ઠ શિક્ષકો આજે દીવો લઈને શોધીએ તો પણ ન જડે. એ કદાપિ શાળામાં મોડા પડ્યા જ નથી. સમયથી - વહેલા જ હોય. એમણે અમને જે કંઈ વિષયો શીખવ્યા અને સંસ્કારો આપ્યા, તેનાથી અમે ખૂબ આગળ આવ્યા. કેટલાક એમના વિદ્યાર્થીઓ પરદેશમાં છે અને ખૂબ સુખી છે, આવા વિદ્યાર્થીઓ પણ આ સાહેબને યાદ કરે છે, તેઓ અમારા સુખ-દુ:ખમાં પણ અપેક્ષા વિના ઊભા રહેતા....
Comments
bahu sunder blog banaviyo che
thanks for visiting my blog
next if you vosit my blog please give comment
thanks