કવિતાઓ નું પંચક!
[૧] હોળીકા બાળી પ્રહલાદને બચાવ્યો. લોકો પોતાની અંદર કેટલી હોળીકાઓ રાખતાં હશે? ક્યારેક પ્રહલાદ ઓછા પડતા હશે એટલી હોળીકાઓ... [૨] રંગબેરંગી પાણી અને રંગો વડે શું રંગાવાનું એ લોકો વિચારતા હશે જે લોકો એ જીવનમાં સફેદ અને કાળો સિવાય એક પણ બીજો રંગ ના જોયો હોય એ લોકો તો આ બધાં રંગોથી ડરી જ જાય... [૩] ગુલાલ, કેસુડો મને કાચીંડાની યાદ અપાવે છે. કાચિંડો તો દરરોજ ધુળેટી રમે નહી?? ધુળેટી સિવાય પણ આવા કેટલાય કાચીંડાઓને મનુષ્ય સ્વરૂપે ફરતાં રંગ બદલતાં જોયા છે પણ.. મને શું હક છે એ વિષે બોલવાનો? જયારે હું જ રંગ બદલતો હોઉં. [૪] રંગો - તરંગો તરંગો તો એવા ઉદભવે છે કે આખી પૃથ્વીને સફેદ - કાળા રંગે રંગી દઉં. આ રંગો નું કામ જ શું છે? રંગીન દુનિયા કે રંગહીન દુનિયા? કાળું - ધોળું બસ બીજા રંગો તો નહ...