બામૂલાયદા હોશિયાર....
(કોંગ્રેસ ચિંતનશિબિરમાં થયેલા મંથનનું ચિત્ર ) હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો, જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે. -રાહુલબાબા 'ચિંતન શિબિર'માં એમનાં મિત્રોને સંબોધીને રાજાધિરાજ ભારતદેશના આધિપતિ શ્રીયુત રાહુલ ગાંધી પધારી રહ્યા છે. યુવરાજે ઉપાધ્યક્ષ બન્યા પછી પહેલું કામ શું કર્યું? ચિંતન શિબિરમાં તેમના ચેલાઓને રડાવ્યા!!! જો એ પ્રધાનમંત્રી બને તો કદાચ.... આગળ લખવાની હિંમત નથી થતી! યુવરાજને રાજમાતા એ સરસ શિખામણ આપી, બેટા, આ સત્તા ઝેર સમાન છે. આપણે આ દેશના પામર નાગરિકો જે આપણા પરિવાર ની જવાબદારી છે એમને ઝેર પીવાં નથી દેવાનું અને આપણે એને ગટગટાવી જઈને આ દેશને મુક્તિ આપવાની છે. ભારતભૂમિ જ દેવ-દેવીને આકર્ષે છે. પહેલા ભગવાન શંકરે ઝેર પીધું. હવે, આ બીજો શંકર (પરેશ રાવલ મુજબ વર્ણશંકર!) આપણને મુક્તિ - મોક્ષ અપાવશે. પીધાં સત્તાના ઝેર તે રાહુલ બની ગયો ને કીધાં દુ:ખો સહન તે ઉપાધ્યક્ષ બની ગયો મળતી નથી સિધ્ધી કદી કોઇને સાધના વિના પણ તું ખરો કે આપમેળે રાજા બની ગયો!!! (જલન માતરી વાંચીને જલતાં નહી!) જોકે, રાજા બનવાની હજુ વાર છે.'દેશ કા નેતા ...