ધનુબા....
અલ્યા વીરેન, હું કામ મારતો હોઈશ છોકરાઓને 'ભગવાને મારેલા જ છે ને.... અલી રિદ્ધી હિંડ તો, આપણે જઈએ રામજી મંદિર બા, બરફ નો ગોળો ...... હિંડ અલાયુ... આઠ આના જ આપીશ ... તારો દાદો ક્યાં મને પૈસા જ આલે છે !! આ તો રવિ હારો છે કે થોડા પૈસા આપીને જાય છે.... "બાબુલ"નો ગોળો હજુ પત્યો પણ ના હોય ને "નાળીયેરી"ની દુકાન આવે .. બા...ચોકલેટ.....અલ્યા હજુ ગોળો તો પતાવ... હારું, પણ આઠ આના જ છે ચાર આના વાળી ગોળીયો લેજો વહેંચી ને ખાવાની હો ને .... અને પછી અમારો સંઘ નીકળે માળીવાળા ખાંચાને વટાવતો.... પોપટ લાલચુ ની દુકાન થઇ ને રામજી મંદિર ને ત્યાંથી ગીતા મંદિર ને લાંબીશેરી થઇ ને ભદ્રકાળી...લાલ દરવાજો ઓળંગી ને પહોંચી જઈએ ... કુમાર શાળા ને કન્યા શાળા.... રિદ્ધિ કોણ પજવતું તું તને? હિંડ કહી દે ... હું આવું તારી જોડે ... આજે તો એની "ઘાઘરી જ વંછેરી નાંખું "... અલ્યા,મનન રહેવા દે ને હું મારતો હઈશ... છોડીને મરાતું હશે?... હાથ પર થોરિયા ઉગશે...થોરિયા... ને પછી ખેડીયા હનુમાન વિજયની બા એ બા ના નાનપણ ના બહેનપણી ત્યાં પાણી પીને ...રણછોડજી મંદિર... બા પ્...