ત્રણ કવિતા !!!
૧) આંખો વાદળો સામે મીટ માંડીને બેઠી છે... સ્થિર આંખો ચાલતા - દોડતા - ઉડતા વાદળો સાથે હરીફાઈની ઈચ્છા!!!! ભાઈ, ઈચ્છાનું તો કેવું 'બીનબુલાયે' મહેમાનની જેમ આવી જાય... પણ, આ જીવનકૈદ માંથી કઈ એમ જ છૂટી શકાય છે??? વાદળ વરસે કે ના વરસે આંખો તો વરસી ને હળવીફૂલ બની ચુકી છે!!! ૨) એ.સી. નો કર્કશ અવાજ કબૂતરોનું ઘુ..ઘુ...ઘુ... વાહનો રાક્ષસોની પેઠે અટ્ટહાસ્ય કરતા હોય એમ હોર્ન વગાડતા વગાડતા મદમસ્ત બની ને ચાલ્યા જાય છે. માણસોના હાસ્ય, ગાળો, સંવાદો ટુંકાતા જાય છે ... અને મનના ડુસકા સંભાળતા જાય જીવન ક્યારેક સહજતાથી જ ઉદ્ભવે છે.... ૩) જેમ ભીંજાયેલ પંખો પક્ષીઓને ઉડવા નથી દેતા... તેમ જ મદ, અહં અને મત્સર થી ભીંજાયેલ 'મન' પણ ઉડાન નથી ભરી શકતું... ખંખેરવું પડે છે ... સૂકવવું પડે છે ... અને... હે....આ તો ઉડ્યું...ઉડ્યું ...ઉડ્યું....