Posts

Showing posts from March, 2016

કુંભકર્ણના વંશજો

અમે કુંભકર્ણના વંશજો છીએ!!! ઊંઘ... ઊંઘ... ઊંઘ... ફેસબુક પર જાગીએ છીએ, નિર્ભયા મરે પછી રડીએ છીએ. રાંડ્યા પછીના ડાહપણની જેમ! ડાહપણ વાવીએ છે, માવજત નથી કરતાં! સહેજ ઉગે ને એટલે ખેંચી કાઢીએ છે, મૂળ સાથે. બળાત્કારો... હત્યાઓ... ભ્રષ્ટાચાર... અમારા માટે સમાચાર છે. નવા સમાચારની રાહ જોઈએ. બીજી નિર્ભયાની રાહ જોઈએ... ત્યાં સુધી આરામ કરીએ ચાલો. ‘બદલી નાંખીશું’ અમારો તકિયા કલમ છે. સરકાર, સમાજ, પોતાને નથી બદલી શકતાં ત્યારે ફેસબુક સ્ટેટસ અને ફોટો બદલીને ફૂલાઈયે છીએ. અમે વિચારઅંધ છીએ ના! ના! અમે વિચાર કરીએ ખરા પણ અમારા જ વિચારો અમને ગમે. અમે વિચારઘેલા તનનાં સાફ મનનાં મેલા! અમને ભીડથી નફરત, ફેસબુક પર ટોળાં બનાવવાની આવડત! લોકશાહી અને ટોળાંશાહીનો ભેદ અમને નથી સમજવો અમારે તો બસ અમારાં વિચારો જ સાચવવાં છે! ભલેને સડી જાય. અમે વિચારોની કૂચ કાઢીએ છીએ ફેસબુક પર બીજાના વિચારોને મરણતોલ ફટકો આપવા બુદ્ધિ ને દાવ પર લગાડીએ છીએ. પણ વિચારો તો અમારાં જ જીતી જાય છે. હાર કોની થાય છે? બુદ્ધિની જ’સ્તો. ...