Posts

દુઃખ

Image
જીવન માં દુઃખ હોય કે આપણે ઉભું કરીએ? ઉભા કરેલા દુઃખ ની વાતો કરીએ ખોતરિયે અને વલુરીયે લોહી ના નીકળે ત્યાં સુધી અને પછી એ પાકી જાય... પાકી ગયેલી બધી જ વસ્તુ પરિપક્વ ના કહેવાય!! દુઃખ ને વાગોળવું ગમે અને સુખ ને દાટવું ગમે એવા માણસ થી દુર રહેવું એ તમને પણ સુખી સમજી ને દાટી શકે છે! અને બધી જ દટાઈ ગયેલી વસ્તુ ઉગી નીકળે એવું જરૂરી નથી. -મનન ભટ્ટ, ૧૯/૦૭/૨૦૧૫ ૧૧:૪૦ રાત્રે 

માંગણ.

Image
અરે નારાજ કેમ થાય છે? ઘણાં સમયથી તું આવું  જીવન તો માંગતો હતો. હવે શું થયું? નથી ગમતું આ 'માંગેલું' જીવન  કે આ 'માંગેલું' જીવન  પણ ઓછું આવે છે?  કે આ માંગતા  મંગાઇ ગયેલું  જીવન વાપરતાં નથી ફાવતું?  હા,  હું માનું છું કે આ જીવન મારું  માંગેલું છે... પણ શું માંગેલી વસ્તુ ના ગમે એવું ના બને? હવે હું શું કરું? . . . કઈ નહીં... કંઇક બીજું માંગી લે!!! -૨૨/૦૩/૨૦૧૫ ૧૩:૧૯, અમદાવાદ

કવિતાઓ નું પંચક!

[૧] હોળીકા બાળી  પ્રહલાદને બચાવ્યો. લોકો પોતાની અંદર  કેટલી હોળીકાઓ  રાખતાં હશે?  ક્યારેક પ્રહલાદ ઓછા  પડતા હશે એટલી  હોળીકાઓ... [૨] રંગબેરંગી પાણી  અને રંગો વડે શું  રંગાવાનું એ લોકો  વિચારતા હશે જે લોકો એ  જીવનમાં  સફેદ  અને કાળો  સિવાય એક પણ  બીજો રંગ ના જોયો હોય એ લોકો તો  આ બધાં રંગોથી  ડરી જ જાય... [૩] ગુલાલ, કેસુડો  મને  કાચીંડાની યાદ અપાવે છે. કાચિંડો તો દરરોજ ધુળેટી રમે નહી?? ધુળેટી સિવાય પણ આવા  કેટલાય કાચીંડાઓને મનુષ્ય સ્વરૂપે  ફરતાં  રંગ બદલતાં જોયા છે  પણ..  મને શું હક છે  એ વિષે બોલવાનો? જયારે  હું જ  રંગ બદલતો હોઉં. [૪] રંગો - તરંગો  તરંગો તો  એવા ઉદભવે છે  કે  આખી પૃથ્વીને  સફેદ - કાળા  રંગે રંગી દઉં. આ રંગો નું કામ જ શું છે? રંગીન દુનિયા કે  રંગહીન દુનિયા? કાળું - ધોળું  બસ બીજા રંગો તો નહ...

આગળ પાછળની રમતમાં કદી ના આવે ફાવટ!

મનન મારો આગળ દોડે રિધમ મારી પાછળ આગળ પાછળની રમતમાં કદી ના આવે ફાવટ. આગળ વાળો જાણે ના રે પાછળનાની પીડાઓ પાછળ વાળો ઝંખ્યા કરતો આગળનાની લીલાઓ "હું પહેલો તું છેલ્લો' - આ સૂત્રને દઈએ ઝાપટ આગળ પાછળની રમતમાં કદી ના આવે ફાવટ. ચાલો હાથમાં હાથ ગ્રહીને આ દુનિયામાં ફરીએ ખભે ખભાનો સાથ લઈને દુ:ખોને ભગાવીએ સાથ દઈને - સાથ લઈને ઉડાવીએ જયાફત આગળ - પાછળની રમતમાં કદી ના આવે ફાવટ. મનન  મારે જમણે દોડે, રિધમ મારે ડાબે જીવનની સવારી સાચે સાચ મજાની લાગે. - વીરેન્દ્ર ભટ્ટ

લંડન

લંડન, તારું આકાશ ખુબ જ નીચું જાણે હમણાં જ હાથમાં આવી જશે. આકાશના તારા તોડવાના સપનાં દરરોજ આંખો વાવે અને જયારે તારા તોડવાના સપનાં તૂટે તો આંસુથી સપનાંને ફરી સીંચે! જોકે, ગલીઓ બહુ સાંકડી જાણે ગામની કેડીઓ જુદા જુદા નામ અને જુદા જુદા દામ ઓક્સફોર્ડ, બોન્ડ, રિજેન્ટ, લીટલ ટીચફીલ્ડ અને કઈ કેટલીય... આકાશ નીચું અને મકાનો ઉંચા, આ ઉંચા મકાનો પાછા આપણને ખોટી આશા બંધાવે કે તું મને સર કરી દઈશ એટલે આકાશ તારું જા.... આકાશ  પાછું કાંચિડા જેવું રંગો બદલે, ક્યારેક સફેદ શાંતિમય, ક્યારેક લાલ લાલ ક્યારેક કેસરી અને ક્યારેક બધું ભેગું. અહીં, અમારે અમદાવાદમાં પારસી લોકો મૃતકને ખુલ્લામાં મૂકી દે અને ઉપર ગીધ ના ટોળે ટોળાં ઉડે. લંડનમાં સાલું બધું જોરદાર, વિમાનો ચકરાવો લેતાં હોય ત્યાં મડદાંઓને પેલા શું કહેવાય... હા, ફ્યુનરલ ડિરેક્ટરો વાળા સાચવે. સાચવે પછી બાળે કે દાટે કે કદાચ પારસી જેવું કરે, કોને ખબર! બાગ - બગીચાઓ બહુ અને બાંકડાઓ એનાથી પણ વધુ પણ કોઈ સાલું બેસનારું જ નહી! બાગમાં ખિસકોલીઓ ફરે, ફરે અને ચરે ત્યાની ખિસકોલીઓ ઓબેસિટીની ભોગ બિચારી, રામ પણ હાથ ફેરવવાનું ચુક્યો ...

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|

Image
(હું છેલ્લો છું અને મારી આગળ કોઈ નથી) "The sooner forgotten, the better"  આ હતી બક્ષીબાબુની ઈચ્છા! જેટલો જલ્દી વિસરાઈ જાઉં એટલું વધારે સારું. માફ કરજો બક્ષીબાબુ તમારી વાત નથી માની રહ્યા. નેહલભાઈ, બાકાયદા બક્ષી લઇ ને ઉપસ્થિત થયાં. ૨૫મી માર્ચ, ૨૦૦૬ પૃથ્વી લોકને બાય - બાય કરી ને બીજા કોઈ લોકમાં જઈને પોતાની કલમ યાત્રા શરુ કરી બક્ષીબાબુએ . લગભગ, ૨૦૦૫ની સાલમાં હું કોલેજ નાં પ્રથમ વર્ષમાં હતો અને ઓરકુટ અમારાં માટે એક નવું માધ્યમ અને કઈ નવું રમકડું. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો એટલે ઇન્ટરનેટ માટે સાયબરકાફેનો જ એક સધિયારો લેવો પડતો. આ જે 'નેહલ ભાઈ' છે એમનાં લીધે મારી આખી પોકેટમની સાયબરકાફેમાં વપરાવવા લાગી. નેહલભાઈ એ સમયે ઓરકુટ પર ચંદ્રકાંત બક્ષી કોમ્યુનીટી ચલાવતાં અને બક્ષીનો ભેટો લોકોને કરાવતાં. બક્ષીએ મને નેહલનો ભેટો કરાવ્યો એમ કહું તો ચાલે. બીજા એક એવા જ બક્ષીમય રજનીભાઈ પણ કોમ્યુનીટી દ્વારા પ્રાપ્ત થયાં. નેહલ અવિરત પણે કઈ નવું નવું લખે, બક્ષીબાબુ નાં ક્વોટ્સ હોય કે એમની દિવ્યભાસ્કરમાં આવતી કોલમ હોય એ બધાની ચર્ચા. નહી - નહી ને ૨૦૦ જુદા જુદા વિષયો પર બક...

આજના યુવાનો....

Image
 આજના યુવાનો... પગ છો ને હો ઉઘાડા -  એની ફીકર ના સહેજ છે; હાથમાં મોબાઈલ છે! હાથમાં મોબાઈલ છે!! ચહેરા પરનું હાસ્ય તો માત્ર એક દંભ છે -  ઘણું બધું કહી જાય - એની આ લોન - ફાઈલ છે! હાથમાં મોબાઈલ છે! વકીલજી, ફેંદી વળો બધી જ કલમું કાયદાની વાત એવી થાય છે -  આરોપી જુવેનાઈલ છે! હાથમાં મોબાઈલ છે!! આ દેશની પ્રગતિની પરાકાષ્ઠા તો જુઓ -  સ્લમ વિસ્તારો પુ છે છે : ટિસ્યુ પેપર 'ને ફિનાઈલ છે?  હાથમાં મોબાઈલ છે!! - વીરેન્દ્ર ભટ્ટ