Posts

Showing posts from February, 2011

પ્રેમ વિષે થોડું-"ઘણું".

इश्क्ने 'ग़ालिब' निकम्मा कर दिया, वर्ना हम भी आदमी थे काम के. બસ ૧૪ મી તારીખ નજીક છે ને આવી રહ્યો છે પ્રેમ ના દેખાડાની મોસમ, આમ તો પ્રેમ ને સમય સ્થળ સાથે કશો સંબંધ ના હોય એટલે આવા વાર દાહ્ડા ને બદલે અવિરત પ્રેમ વહ્યા કરે એ જ સારું.... એટલે આ બ્લોગ પોસ્ટ ૧૪ મી માટે લખાયેલ નથી તેનું ખાસ ધ્યાન રાખવું....આમ તો હું રંગીનમિજાજી અને સારા શબ્દ માં કહીએ તો પ્રેમાળ માણસ એટલે બહુ બધી વાર થાય કે સાલું આ પ્રેમ એટલે  શું? (પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખો થી થતો મળવા નો વાયદો....સ્વપ્ના માં પડાય એવો કાયદો....) હવે આ વ્યાખ્યા તો સમજાઈ ગઈ પણ હજુ થાય કે સાલું બધા ને જ સ્વપ્ના તો આવે જ ને એટલે શું એમ સમજવું કે બધા પ્રેમ માં છે??? બક્ષીબાબુ કહેતા 'દુનિયામાં જેટલી સ્ત્રીઓ છે એટલી લવ ની થિયરીઓ છે અને જેટલા પુરુષો છે એટલી સેક્સની થિયરીઓ છે.... પણ સાલું આપણે વિજ્ઞાન માં કાચા એટલે આ થિયરીઓ તો ના સમજાય ....પણ હું મારી વાત તો કરી જ શકું ને કે પ્રેમ મારા માટે શું છે.... ઓશો કહે છે કે પ્રેમ ખાલી અનુભવવાની વસ્તુ છે એના વિષે જેટલું પિષ્ટપેસણ કરો એટલી એની માત્રા માં ઘટાડો થાય.. ..પ્રેમ