દુઃખ
જીવન
માં દુઃખ હોય કે
આપણે
ઉભું કરીએ?
ઉભા
કરેલા દુઃખ ની વાતો કરીએ
ખોતરિયે
અને વલુરીયે
લોહી
ના નીકળે ત્યાં સુધી
અને
પછી
એ
પાકી જાય...
પાકી
ગયેલી બધી જ
વસ્તુ
પરિપક્વ ના કહેવાય!!
દુઃખ
ને વાગોળવું ગમે
અને
સુખ
ને દાટવું ગમે
એવા
માણસ થી દુર રહેવું
એ
તમને પણ સુખી સમજી ને
દાટી
શકે છે!
અને
બધી જ દટાઈ ગયેલી
વસ્તુ
ઉગી નીકળે એવું જરૂરી નથી.
-મનન ભટ્ટ, ૧૯/૦૭/૨૦૧૫ ૧૧:૪૦ રાત્રે
Comments