'ગ' ગુજરાતનો, ગોધરાનો અને ગઝની નો 'ગ'
દુનિયામાં ત્રણ પ્રકારના લોકો હોય છે, પહેલા પ્રકારના લોકો જાતમહેનતે નામના મેળવે છે, બીજા પ્રકારના લોકો આ 'નામના' મેળવેલ વ્યક્તિની પ્રશંસા થકી પોતાનું નામ બનાવે છે અને ત્રીજા પ્રકારના લોકો 'નામના' મેળવેલ વ્યક્તિની હરહંમેશ નિંદા કરીને પોતાનું નામ કરે છે. તમારાથી વધુ અહીંયા તમારું નામ ચાલે છે, અને એ નામથી મારું બધુંયે કામ ચાલે છે. -નાઝીર દેખૈયા બીજા અને ત્રીજા પ્રકારના લોકોની નામના અને પ્રગતિ પહેલા પ્રકારના લોકો પર નિર્ભર હોય છે. ગુજરાતમાં ૨૦૦૨ પછી નરેન્દ્ર મોદીના ઉદય સાથે આવા લોકોનો પણ ઉદય થયો. એમ કહી શકાય કે મોદીનો જેટલો ગ્રોથ છે એટલો ગ્રોથ એમના નિંદક અને પ્રશંસકનો પણ છે. એટલે મોદીના નામે બધા બહુ લોકો તરી ગયા, તરે છે અને તરતાં રહેશે. અનુ-ગોધરા એ ગુજરાતી પ્રજાને અમુક અભ્યાસુ લોકોનો ભેટો કરાવી આપ...

Comments