પ્રેમ વિષે થોડું-"ઘણું".

इश्क्ने 'ग़ालिब' निकम्मा कर दिया,
वर्ना हम भी आदमी थे काम के.



બસ ૧૪ મી તારીખ નજીક છે ને આવી રહ્યો છે પ્રેમ ના દેખાડાની મોસમ, આમ તો પ્રેમ ને સમય સ્થળ સાથે કશો સંબંધ ના હોય એટલે આવા વાર દાહ્ડા ને બદલે અવિરત પ્રેમ વહ્યા કરે એ જ સારું....

એટલે આ બ્લોગ પોસ્ટ ૧૪ મી માટે લખાયેલ નથી તેનું ખાસ ધ્યાન રાખવું....આમ તો હું રંગીનમિજાજી અને સારા શબ્દ માં કહીએ તો પ્રેમાળ માણસ એટલે બહુ બધી વાર થાય કે સાલું આ પ્રેમ એટલે  શું? (પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખો થી થતો મળવા નો વાયદો....સ્વપ્ના માં પડાય એવો કાયદો....) હવે આ વ્યાખ્યા તો સમજાઈ ગઈ પણ હજુ થાય કે સાલું બધા ને જ સ્વપ્ના તો આવે જ ને એટલે શું એમ સમજવું કે બધા પ્રેમ માં છે???

બક્ષીબાબુ કહેતા 'દુનિયામાં જેટલી સ્ત્રીઓ છે એટલી લવ ની થિયરીઓ છે અને જેટલા પુરુષો છે એટલી સેક્સની થિયરીઓ છે....પણ સાલું આપણે વિજ્ઞાન માં કાચા એટલે આ થિયરીઓ તો ના સમજાય ....પણ હું મારી વાત તો કરી જ શકું ને કે પ્રેમ મારા માટે શું છે....

ઓશો કહે છે કે પ્રેમ ખાલી અનુભવવાની વસ્તુ છે એના વિષે જેટલું પિષ્ટપેસણ કરો એટલી એની માત્રા માં ઘટાડો થાય....પ્રેમ એટલે એક દિવ્ય અનુભૂતિ જે ખાલી જે બે લોકો પ્રેમ માં હોય એ લોકો ને જ થાય .....મારો પ્રેમ મારી પ્રેમિકા જ સમજી શકે અને આ જ તો પ્રેમ ની ખાસિયત છે કે જે ખુલ્લુઈ આંખે તમને દેખાય એનાથી તદ્દન વિરુદ્ધ અનુભવ થાય એનું નામ પ્રેમ....

બસ હવે લેખક તો છું નહી એટલે વધુ નથી લખતો પણ મને ગમતા લેખકો ના કેટલા વાંચવા લાયક વાક્યો અહીં ટપકાવું  છું...(આદત સે મજબુર! ) 

"Finding someone you love and who loves you back is a wonderful, wonderful feeling. But finding a true soul mate is an even better feeling. A soul mate is someone who understands you like no other, loves you like no other, will be there for you forever, no matter what. They say that nothing lasts forever, but I am a firm believer in the fact that for some, love lives on even after we're gone."
— Cecelia Ahern (PS, I Love You)


"what a luxury it was for people to hold their loved ones whenever they wanted"
— Cecelia Ahern (PS, I Love You)


અને છેલ્લે આ પ્રેમપત્ર:*


લાગણી મળી: જાણે તું મળી.
ન કરે નારાયણ અને
સાથે રહ્યા પછી કોઈ કારણસર આપણે છૂટાં થયા
તો જરૂર એક બાબત યાદ રાખીશું
કે બળી ગયેલી ધૂપસળી
અને મનગમતી મૈત્રીની રાખ પણ સુગંધીદાર હોય છે.
આપણે લડીને છૂટાં નહી પડીએ.
બે માર્ગો જુદા પડે ત્યારે કદી પણ
ગાળા-ગાળી કે મારામારી નથી કરતા.
મૌનપૂર્વક છૂટાં પડતા માર્ગો
એકબીજાથી દુરદુર ચાલી નીકળે છે.
વર્ષો પછી
સમય અને અવકાશના કોઈ ગેબી વળાંક પર
આપણે અચાનક મળી જઈએ
ત્યારે તું મને જોઇને મોં નહી મચકોડે
એટલી અપેક્ષા હું રાખું છું.
ભલે આપણે ઝાઝા શબ્દો ની આપલે નહી કરીએ,
પરંતુ
એ વખતે હું ચા કે આઈસ્ક્રીમ નો કપ તને ધરું
તો તું નાં નહી પાડે, એવું વચન મારે જોઈએ છે. 


*(પ્રિયજન ને પ્રેમપત્ર પુસ્તકમાંથી સાભાર)

Comments

Anonymous said…
છેલ્લો પ્રેમપત્ર તમે લખ્યો છે? જેણે પણ લખ્યો હોય... અદ્ભુત...
Manan said…
સાક્ષાર, ગુણવંત શાહ ના પુસ્તક માંથી લીધેલી કવિતા છે...
Harpreet said…
awesome!!

Popular posts from this blog

ગુ જ ર તી..... ગુજરાતી!!!

મારા શિક્ષણ જીવનની સ્મરણીય કથા - શશિકાંત વૈદ્ય

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|