'ગ' ગુજરાતનો, ગોધરાનો અને ગઝની નો 'ગ'

દુનિયામાં ત્રણ પ્રકારના લોકો હોય છે, પહેલા પ્રકારના લોકો જાતમહેનતે નામના મેળવે છે, બીજા પ્રકારના લોકો આ 'નામના' મેળવેલ વ્યક્તિની પ્રશંસા થકી પોતાનું નામ બનાવે છે અને ત્રીજા પ્રકારના લોકો 'નામના' મેળવેલ વ્યક્તિની હરહંમેશ નિંદા કરીને પોતાનું નામ કરે છે. 

તમારાથી વધુ અહીંયા તમારું નામ ચાલે છે, 
અને એ નામથી મારું બધુંયે કામ ચાલે છે.
                                           -નાઝીર દેખૈયા 

બીજા  અને ત્રીજા પ્રકારના લોકોની નામના અને પ્રગતિ પહેલા પ્રકારના લોકો પર નિર્ભર હોય છે. ગુજરાતમાં ૨૦૦૨ પછી નરેન્દ્ર મોદીના ઉદય સાથે આવા લોકોનો પણ ઉદય થયો. એમ કહી શકાય કે મોદીનો જેટલો ગ્રોથ છે એટલો ગ્રોથ એમના નિંદક અને પ્રશંસકનો પણ છે. એટલે મોદીના નામે બધા બહુ લોકો તરી ગયા, તરે છે અને તરતાં રહેશે. 

અનુ-ગોધરા એ ગુજરાતી પ્રજાને અમુક અભ્યાસુ લોકોનો ભેટો કરાવી આપ્યો. આ અભ્યાસુ લોકો પોતાના અભ્યાસ નહી બીજાના અભ્યાસ ને ખભો બનાવી ને પોતાની બંદુક ફોડતા હોય છે. આ અભ્યાસુ લોક  વાંચકની મનોદશા અને મર્યાદાઓ સુપેરે જાણતા હોય છે અને એનો જ લાભ ઉઠાવે છે. વાંચકની પહેલી મર્યાદા એ હોય છે કે એ કોઈ પણ આર્ટીકલમાં ટાંકવામાં આવેલ સ્ત્રોતની જાત- તપાસણી કરતાં નથી અને એટલે આ અભ્યાસુ લોકો ગેલમાં આવીને એમની બુદ્ધિનો મજાથી દુર-ઉપયોગ કરી શકે છે. 

થોડા સમયથી એક અભ્યાસુ ભાઈ 'સોમનાથ - ગઝની' મુદ્દાને એક લુંટ નો સામાન્ય મુદ્દો હતો અને એમાં કોઈ જ પ્રકારની ધાર્મિક લાગણી જોડાયેલી નહતી એવું સાબિત કરવા મેદાનમાં ઉતર્યા છે. ભારતમાં એક એવી મંડળી પણ ચાલે છે જે લોકોને એમ ઠસાવવા માંગે છે કે હિંદુ - મુસ્લિમ ઝગડાનું કારણ ૨૦૦૨ અને બાબરી ધ્વંસ જ હતા એની પહેલા તો હિંદુ-મુસ્લિમ ભાઈ ભાઈ હતા. આગળ જણાવ્યું એમ, સામાન્ય વાંચક આ બધા તથ્યોને પોતાની રીતે ચકાસતો નથી અને એમનાં આવા બેહુદા તર્કોમાં તણાતો જાય છે. 

આ અભ્યાસુ ટોળકી એમ માને છે કે , 'બહુમતી કોઈ દિવસ સાચી જ ના હોય.'  'બહુમતી દરવખતે સાચી ના હોય' અને 'બહુમતી દરવખતે ખોટી જ હોય.' ની વચ્ચે આ બધી રમત રમાઈ રહી છે. સત્યને પોતાની રીતે મરોડતા શીખી ગયેલી આ ટોળકી જો 'બહુમતી એમ કહે કે 'લોહીનો રંગ લાલ હોય.' તો કહેશે કે ના 'લાલ ના હોય' થોડા ઘણાં બીજાના તારણો મુકશે અને પોતાની જાત સાચી છે એમ સાબિત કરવાનો પ્રયત્ન કરશે.

અભ્યાસુ થોડા વાંચનના રસિયા હોવાથી થોડા ઘણાં નામ પોતાના લેખમાં ફેંકતા રહેતા હોય છે. સહારો પણ એમને મળતો રહે છે.  

લેખ હો કે તંત્રી લેખ હો એ બંને લખાણમાં, અભ્યાસુ એક લાચારી કાયમ રહી છે, 
તંત્રી લેખ લખાશે તો લખાશે બીજા નામે, લેખ પણ લખાયો છે સહારે સહારે.

તાજો સહારો રોમિલાબેન નો લેવામાં આવ્યો છે. જો અભ્યાસુનો તર્ક માનવામાં આવે અને એને ૨૦૦૨ અનુ ગોધરા જોડે સાંધવામાં આવે તો એવું કહી શકાય કે અનુ-ગોધરાએ હિંદુ - મુસ્લિમ નહી પણ લુંટના ઈરાદે કરેલ કાર્ય હતું અને વધુ માં એમ પણ કહી શકાય કે એ અમુક વિકૃતો એ કરેલું બળાત્કાર તરફી કાર્ય હતું પણ ધાર્મિક લાગણી એમાં જોડાયેલ નહતી. 

અભ્યાસુના લેખનો તર્ક શુદ્ધ જવાબ અહી વાંચવા મળશે. મેં પોતે જાત - ચકાસણી ના કરી હોવાથી પોતે આ વિષે બહુ લખતો નથી. નીચે બીજો એક લેખ પણ મુકું છુ પોતાની રીતે મુલવવા વિનંતી. 

વિચાર વાયુ: વક્રોક્તિ: વાંકું બોલવું તે; નિંદાસ્તુતિ; શ્લેષોક્તિ; આડું બોલવું તે.

Comments

Rajni Agravat said…
મનન,
તમે વકિલ હોવાથી કંઈ 'બુદ્ધિશાળી' ન ગણાય જાવ, એના માટે તો (ધાર વગરની)કટાર લખવી પડે. પછી ભલે એ કોઈ વાંચે નહી એટલે એ જ દિવસે બ્લોગ પર ફેંકવી પડે!

અને તમે તો ભાઈ, કોમવાદી છો. એની સાબિતી તમારા બ્લોગના કલરથી મળે છે.

રોમિલા બહેન કે પેલા રામલીલા વાળા ભાઈ સામે ગુણવંત શાહ જેવા પ્રબુદ્ધ પણ તુચ્છ છે તો તમારી શું વિસાત હેં?
Envy said…
સરસ પોસ્ટ છે, ગુ.શા. નું પેજ હું શેર કરું છું મારા સ્ટેટ્સ ઉપર
Parth Joshi said…
Saras Mananbhai .
Rajanibhai Satttak yar , jo vanchashe to aemano gal chamchamashe .
સચોટ ...
સંપૂર્ણ સંમત.

Popular posts from this blog

ગુ જ ર તી..... ગુજરાતી!!!

મારા શિક્ષણ જીવનની સ્મરણીય કથા - શશિકાંત વૈદ્ય

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|