સમજણ





સમજણને અને મારે ૧૨ ગામનું 

અંતર
૧૨ ગામે બોલી બદલાય
એમ 
મારે સમજણ બદલાય
એક સમજણ આવે 
ત્યાં 
હું ૧૨ ગામ 
આગળ કે પાછળ
ધપ્યો હોઉં!
સમજણ
બુમો પાડે
હે... તું ક્યાં ભાગ્યો?
મેં કહ્યું 'ક્યાં' નહીં
'કોનાથી' ભાગ્યો?
એવો સવાલ પૂછો
તો 
સાચો જવાબ મળે.
હા.. ભૈ, કોનાથી ભાગ્યો?
ઈચ્છાઓથી.
ઈચ્છાઓથી??
તારે તો મારાથી 
૧૨ ગામનું અંતર છે!
ઈચ્છા તો તારી સખી,
તારી જોડે જ રહે.
જોડે ને જોડે. 
તું ભાગીશ તો એ 
તારી જોડે ભાગશે,
ભાઈ,
આટલી સમજણ હોત
તો 
એવું ઓછું કે'ત 
કે મારે 
અને 
તારે ૧૨ ગામનું અંતર!!!

- મનન ભટ્ટ (૨૩/૦૩/૨૨)

Comments

Popular posts from this blog

ગુ જ ર તી..... ગુજરાતી!!!

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|

મનનભાઈ બી.એ.એલ.એલ.બી.