મુંબઈ એટલે...

મુંબઈ એટલે,
ભરપૂર જમ્યા પછીનો
ઓડકાર ખાઈને
હજુ કઈ ખાવનું મન થાય, તે.

અમદાવાદ એટલે અધૂરા
ભાણે પેટ ભરાઈ જાય, એ.

મુંબઈ એટલે,

પેલી રાતની
મુંબઈ - અમદાવાદની
ડુરોન્તો ટ્રેન,
ગર્ભમાંથી નીકળી ને સીધા
મસાણે, તે.

અમદાવાદ એટલે,
જીવનનાં બધા
જુદા જુદા સ્ટેશને રોકાઈ રોકાઈને
ચાલતી મેમુ ગાડી.

મુંબઈ એટલે,
ગળામાં ભરાયેલો ડૂમો,
પાનની પિચકારીમાં
થૂંકવો પડે, તે.

અમદાવાદ એટલે,
ભીની આંખે
મિત્રોના આંસુથી ઠારતાં
નિસાસાઓ ને પછી
દુ:ખ દર્દનું તેરમું. તે.

મુંબઈ એટલે,
પ્રકાશનો તાંડવ અને
પર-પ્રકાશિત લોકોનું
ટોળું.

અમદાવાદ એટલે,
ગામનાં ઘેઘુર વડ નીચે
ટોળ - ટપ્પા મારતું
મિત્રવૃંદ, તે.

મુંબઈ એટલે,

'માસી' ના હાથનું
જમણ

અમદાવાદ એટલે,
મા ની બનાવેલ
ગરમા ગરમ રોટલી.


Comments

Popular posts from this blog

ગુ જ ર તી..... ગુજરાતી!!!

મારા શિક્ષણ જીવનની સ્મરણીય કથા - શશિકાંત વૈદ્ય

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|