વારાણસી

રામ નામ સત્ય હૈં
કાશીનો
પહેલો ભોગ ઝડપ છે.
ઉતાવળ - ઝડપને એ તરત
કાળનાં એક ઘાટ પર હોમી દે છે.
ધીમી ગતિ એ વારાણસીની તાસીર છે.
ગંગા જેવી ગંગા
જે હરદ્વારમાં ઉછળકૂદ કરીને
વહે છે,
એ બનારસ આવતાંની સાથે જ
તોફાનો ભૂલી ધીર-ગંભીર
બની જાય છે.
કદાચ
મણિકર્ણીકા - હરિશ્ચંદ્ર નો
મલાજો રાખતી હશે.
કોને ખબર?
સમય પણ અહીં
મોટ્ટો અને ધીમો છે.
અહીં નું સત્ય
સસ્તો સમય છે!
માસૂમિયતની
જગ્યા માયુસિયત
સાથે
અહીંના બાળકો
જન્મે છે.
ગરીબી અહીંનું
સત્ય છે.
સ્વચ્છતાની
અહીંની વ્યાખ્યા
જુદી છે.
પાનની પિચકારી
અને ગાયના
પોદળા અહીંના
લોકોને
સ્વચ્છતાના અંશ
લાગે છે.
ગંદકી અહીંનું
સત્ય છે.

Comments

Popular posts from this blog

ગુ જ ર તી..... ગુજરાતી!!!

મારા શિક્ષણ જીવનની સ્મરણીય કથા - શશિકાંત વૈદ્ય

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|