કાદવ

હા,
અમે ચોખ્ખા લોકો
ને કાદવવાળા
કરીને ખુશ થઈએ છે.
કાદવ કાદવ રમીએ છે અને
મજાથી ફરીએ છીએે.
અમે વ્યક્તિપૂજક છીએ.
કામ કરતાં વ્યક્તિઓ
કરતાં
અમને કામનો દેખાડો
કરતાં લોકો વધુ
પસંદ આવે છે.
અમે ધર્મના નામે
દંભના ઉપાસક છીએ.
દંભનો પનો જ્યાં
ટૂંકો પડે ત્યાં
અમે ધર્મના નામે ગંધ
ફેલાવીએ છીએ.
લોકોનો આનંદ
અમને અકળાવી મૂકે છે.
અને
દુઃખ મલકાવી જાય છે.
જનતા ગાય જેવી છે,
એટલે જ ગાય નું મૃત્યુ
એમને એમના પોતીકા
મૃત્યુ જેવું જ લાગે છે.
પણ રસ્તા પરની
ગાય એમને પજવી મૂકે છે.
સરકારને દોષ દેવાનું
વધુ એક કારણ.
પણ કેટલાંય માટે
રસ્તાની જ આ ગાયો
પુણ્ય રળવાનું કારખાનું છે.
એક રોટલી, એક પુળો,
અને પછી
હટ્ટ હટ્ટ હટ્ટ...
-મનન ભટ્ટ।2017

Comments

Popular posts from this blog

ગુ જ ર તી..... ગુજરાતી!!!

મારા શિક્ષણ જીવનની સ્મરણીય કથા - શશિકાંત વૈદ્ય

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|