અપૂર્ણતાથી સંપૂર્ણ!!!



 'I saw Bhagwan extremely charismatic, brilliant, inspiring, powerful, and loving...' આ શબ્દો છે મા આનંદ શીલા ના, મા આનંદ શીલા રજનીશ ઓશોનાં પર્સનલ સેક્રેટરી તરીકે ૧૯૭૨ થી ૧૯૮૫ સુધી એમની સાથે રહ્યા.  કહેવાય છે કે દુનિયામાં કોઈ પણ માણસ સંપૂર્ણ નથી. મારું માનવું છે માણસ માત્ર સંપૂર્ણ હોય છે. તેમની સારાઈ અને તેમની ખરાબીઓ એમને સંપૂર્ણ બનાવે છે. માનવસહજતા આપણને સંપૂર્ણ સારો માણસ મળે એવી અપેક્ષા રખાવે છે જે ક્યારેય પૂરી નથી થતી. એ વાત અલગ છે કે તમને પ્રેમમાં માણસનાં દુર્ગુણો પણ એમનાં 'ગુણ'  તરીકે દેખાય. પહેલી લાઈનમાં આનંદ શીલા ભગવાન રજનીશનાં સદગુણો કે સારાઈ વિષે લખ્યું છે. એ લીટી પૂરી આ રીતે થાય છે '...and I also saw Him being ridiculously manipulative, vengeful, self-serving and hurtful.' 

જેમ ભગવાન ઓશોને પણ આ બંને લીટીઓ સંપૂર્ણ કરે છે એમ જ બીજા બધાજ માણસને ખાલી વાક્યનો પૂર્વાર્ધ કે ઉત્તરાર્ધ અપૂર્ણ રાખે છે. સંપૂર્ણ થવા તમારે બંને પાસાંને એકમેકમાં સાંકળવા પડે. માણસ આ વાત સ્વીકારવા ક્યારેક તૈયાર નથી થતો. અને જો એ વાત એના પ્રેમીની હોય તો તો ક્યારેય નહી. માણસોને પણ વાક્યની જેમ જ વાંચવા જોઈએ!

નીચે  વર્ષો પહેલા લખેલી મારી 'રચના' મુકું છું.

સંપૂર્ણતાએ પહોંચી શકાયું નહીં.
બસ, તમને જ સમજી શકાયું નહીં.

શોધી ને થાક્યો ત્રિલોકમાં ઈશ્વર,
આપણી દુનિયામાં એકે 'જટાયુ' નહીં!

લોકો ના ઈશારે  જીવી ને થાક્યો,
મરજી મુજબનું જ જીવાયું નહીં.

ગામ- રસ્તાઓ પણ ફેંદીને થાકી ગયો,
બસ  મારું બાળપણ પાછું લવાયું નહીં.

ઘણા પ્રયત્નો કર્યા હૈયા  ખોલવાના 'માનવે',
પણ, કેમેય કરીને આથી વધુ લખાયું નહીં.

વિચાર-વાયુ: Yes to Existence, to Life, Love and Trust.


Comments

Popular posts from this blog

ગુ જ ર તી..... ગુજરાતી!!!

મારા શિક્ષણ જીવનની સ્મરણીય કથા - શશિકાંત વૈદ્ય

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|