Posts

Showing posts from February, 2013

આજના યુવાનો....

Image
 આજના યુવાનો... પગ છો ને હો ઉઘાડા -  એની ફીકર ના સહેજ છે; હાથમાં મોબાઈલ છે! હાથમાં મોબાઈલ છે!! ચહેરા પરનું હાસ્ય તો માત્ર એક દંભ છે -  ઘણું બધું કહી જાય - એની આ લોન - ફાઈલ છે! હાથમાં મોબાઈલ છે! વકીલજી, ફેંદી વળો બધી જ કલમું કાયદાની વાત એવી થાય છે -  આરોપી જુવેનાઈલ છે! હાથમાં મોબાઈલ છે!! આ દેશની પ્રગતિની પરાકાષ્ઠા તો જુઓ -  સ્લમ વિસ્તારો પુ છે છે : ટિસ્યુ પેપર 'ને ફિનાઈલ છે?  હાથમાં મોબાઈલ છે!! - વીરેન્દ્ર ભટ્ટ

વાર્ષિક પાઠમાં...

Image
શિક્ષક બનવા માટે બી.એડ. કરવું પડે. બી.એડ.માં પાસ થવા માટે વાર્ષિકપાઠ અથવા તો લેસન લેવા પડે અને એના પર થી ભાવિ શિક્ષકનું મૂલ્યાંકન થાય. છેલ્લા બ્લોગપોસ્ટમાં ગુજરાતી ભાષાની અવદશાની વાત કરી. આજે એક કવિતારૂપે જેના હાથમાં શિક્ષણજગતનું ભાવિ છે એવા શિક્ષકોનો વર્તમાન કેવો છે એ કહેવું છે. જયારે પણ હવે તમે વિદ્યાર્થી કે તમારા બાળકનાં શિક્ષણ માટે અભાવ થાય ત્યારે બાળક રમતિયાળ છે કે એને ભણવામાં રસ જ નથી એવા બધા ઠપકા આપવાને બદલે 'કૂવામાં હોય તો હવાડામાં આવે' એ યાદ કરી લેજો. શિક્ષક અત્યારે ભાષાનો ભક્ષક બન્યો છે! આવા જ એક વાર્ષિક પાઠમાં હાજર રહેવાનો મોકો મળ્યો અને નીચેની કવિતા રચાઈ ગઈ.  વાર્ષિક પાઠમાં... સહેજ  પણ સંતોષ તો ના થાય - વાર્ષિક પાઠમાં. શિથિલતા 'ને ભારે નિષ્કાળજી દેખાય - વાર્ષિક પાઠમાં. શ્રવણ, કથન, વાંચન 'ને લેખન જાય ભાડમાં;  ભાવ હીણા શબ્દો સહુ ફેંકાય - વાર્ષિક પાઠમાં.  ગદ્ય છે કે પદ્ય છે- એની ય ખબર ક્યાં પડે છે!!! આરોહ 'ને અવરોહ બધું ભૂલાય - વાર્ષિક પાઠમાં. બાળકોની ભાવનાઓ પળે પળ ફાંફે ચઢે છે; આસ્થા તણો સેતુ જ થરથર થાય - વાર્ષિક પાઠમાં

ગુ જ ર તી..... ગુજરાતી!!!

Image
"જાઓ, તમે તમારી માતૃભાષા જ ના સમજી શકો!"                                                                   - એક શ્રાપ  આજે ૨૧મી ફેબ્રુઆરી, વિશ્વ માતૃભાષા દિવસ. ગુજરાતી મારી માતૃભાષા છે. અને એની દશા આપણે બધા જાણીએ જ છીએ. ખાલી ગુજરાતી નહી ભારતની મોટ્ટાભાગની ભાષાઓ માટે ચિંતા થવાની શરુ થઇ ગઈ છે. ભાષા ને આપણે ચાર ભાગમાં વહેંચી નાંખીએ: શ્રવણ, કથન, વાંચન, અને લેખન! હજુ, માતૃભાષાનું શ્રવણ અને કથન ખતરામાં નથી. ચંદ્રકાંત બક્ષી કહેતા હતા જ્યાં સુધી સ્ત્રીઓ રહેશે ત્યાં સુધી ગુજરાતી ભાષાનાં અસ્તિત્વને કોઈ જ પ્રશ્ન નથી. વાંચન અને લેખન પુરેપુરે કથળી ગયું છે અને વધુ કથળશે.  ફરીથી કહું તો આ વાત ખાલી ગુજરાતી ભાષાની નથી મોટાભાગની બીજી ભાષાઓ પણ આવા જ તબક્કામાંથી પસાર થઇ રહી છે. ભાષાનો રકાસ ચાલુ કરનાર 'મેકોલે' કહી શકાય. પણ પછી આપણે ૬૫ વરસ સુધી પણ એમાં થી બહાર નાં નીકળી શક્યા એના માટે કોણ જવાબદાર??? આપણે ભાષામાં પણ ઉચ્ચ નીચ નાંખી દીધા. અંગ્રેજી જાણનારા ઉંચા અને બીજી ભાષાઓ નીચી. ભાષા એ ભાષા હોય છે એ વાત આપણે કોને કોને સમજાવીશું? રેડિયો મિર્ચીનો લોકપ્રિય આર.જે. ધ્વનિત કહે

અપૂર્ણતાથી સંપૂર્ણ!!!

Image
 'I saw Bhagwan extremely charismatic, brilliant, inspiring, powerful, and loving...' આ શબ્દો છે મા આનંદ શીલા ના, મા આનંદ શીલા રજનીશ ઓશોનાં પર્સનલ સેક્રેટરી તરીકે ૧૯૭૨ થી ૧૯૮૫ સુધી એમની સાથે રહ્યા.  કહેવાય છે કે દુનિયામાં કોઈ પણ માણસ સંપૂર્ણ નથી. મારું માનવું છે માણસ માત્ર સંપૂર્ણ હોય છે. તેમની સારાઈ અને તેમની ખરાબીઓ એમને સંપૂર્ણ બનાવે છે. માનવસહજતા આપણને સંપૂર્ણ સારો માણસ મળે એવી અપેક્ષા રખાવે છે જે ક્યારેય પૂરી નથી થતી. એ વાત અલગ છે કે તમને પ્રેમમાં માણસનાં દુર્ગુણો પણ એમનાં 'ગુણ'  તરીકે દેખાય. પહેલી લાઈનમાં આનંદ શીલા ભગવાન રજનીશનાં સદગુણો કે સારાઈ વિષે લખ્યું છે. એ લીટી પૂરી આ રીતે થાય છે '...and I also saw Him being ridiculously manipulative, vengeful, self-serving and hurtful.'  જેમ ભગવાન ઓશોને પણ આ બંને લીટીઓ સંપૂર્ણ કરે છે એમ જ બીજા બધાજ માણસને ખાલી વાક્યનો પૂર્વાર્ધ કે ઉત્તરાર્ધ અપૂર્ણ રાખે છે. સંપૂર્ણ થવા તમારે બંને પાસાંને એકમેકમાં સાંકળવા પડે. માણસ આ વાત સ્વીકારવા ક્યારેક તૈયાર નથી થતો. અને જો એ વાત એના પ્રેમીની હોય તો તો ક્યારેય નહી.

'ગ' ગુજરાતનો, ગોધરાનો અને ગઝની નો 'ગ'

Image
દુનિયામાં ત્રણ પ્રકારના લોકો હોય છે, પહેલા પ્રકારના લોકો જાતમહેનતે નામના મેળવે છે, બીજા પ્રકારના લોકો આ 'નામના' મેળવેલ વ્યક્તિની પ્રશંસા થકી પોતાનું નામ બનાવે છે અને ત્રીજા પ્રકારના લોકો 'નામના' મેળવેલ વ્યક્તિની હરહંમેશ નિંદા કરીને પોતાનું નામ કરે છે.  તમારાથી વધુ અહીંયા તમારું નામ ચાલે છે,  અને એ નામથી મારું બધુંયે કામ ચાલે છે.                                            -નાઝીર દેખૈયા  બીજા  અને ત્રીજા પ્રકારના લોકોની નામના અને પ્રગતિ પહેલા પ્રકારના લોકો પર નિર્ભર હોય છે. ગુજરાતમાં ૨૦૦૨ પછી નરેન્દ્ર મોદીના ઉદય સાથે આવા લોકોનો પણ ઉદય થયો. એમ કહી શકાય કે મોદીનો જેટલો ગ્રોથ છે એટલો ગ્રોથ એમના નિંદક અને પ્રશંસકનો પણ છે. એટલે મોદીના નામે બધા બહુ લોકો તરી ગયા, તરે છે અને તરતાં રહેશે.  અનુ-ગોધરા એ ગુજરાતી પ્રજાને અમુક અભ્યાસુ લોકોનો ભેટો કરાવી આપ્યો. આ અભ્યાસુ લોકો પોતાના અભ્યાસ નહી બીજાના અભ્યાસ ને ખભો બનાવી ને પોતાની બંદુક ફોડતા હોય છે. આ અભ્યાસુ લોક  વાંચકની મનોદશા અને મર્યાદાઓ સુપેરે જાણતા હોય છે અને એનો જ લાભ ઉઠાવે છે. વાંચકની પહેલી મર્યાદા એ હોય છે કે એ