બક્ષીબાબુ ને હું રૂબરૂ માં ક્યારેય મળ્યો નથી, પણ મને એમ ક્યારે અનુભવાયું જ નથી કે હું એમને રૂબરૂ માં નથી મળ્યો..લેખકની તાકાત શું હોય છે એ બક્ષીબાબુ ને વાંચીને જ સમજાય ...આ માણસને હું ક્યારેય પણ મળ્યો નથી એમની સ્પીચ નથી સાંભળી પણ મારા જીવન માં જો કોઈ એક્વ્યક્તિ નો પ્રભાવ હોય તો એ માત્ર ને માત્ર બક્ષીબાબુ નો જ છે એમ કઈ શકાય...જીવન તો હું જન્મ્યો ત્યારથી જીવતો આવ્યો છું પણ બક્ષીબાબુ એ જીવન ને માણતા શીખવ્યું છે..
ગુ જ ર તી..... ગુજરાતી!!!
"જાઓ, તમે તમારી માતૃભાષા જ ના સમજી શકો!" - એક શ્રાપ આજે ૨૧મી ફેબ્રુઆરી, વિશ્વ માતૃભાષા દિવસ. ગુજરાતી મારી માતૃભાષા છે. અને એની દશા આપણે બધા જાણીએ જ છીએ. ખાલી ગુજરાતી નહી ભારતની મોટ્ટાભાગની ભાષાઓ માટે ચિંતા થવાની શરુ થઇ ગઈ છે. ભાષા ને આપણે ચાર ભાગમાં વહેંચી નાંખીએ: શ્રવણ, કથન, વાંચન, અને લેખન! હજુ, માતૃભાષાનું શ્રવણ અને કથન ખતરામાં નથી. ચંદ્રકાંત બક્ષી કહેતા હતા જ્યાં સુધી સ્ત્રીઓ રહેશે ત્યાં સુધી ગુજરાતી ભાષાનાં અસ્તિત્વને કોઈ જ પ્રશ્ન નથી. વાંચન અને લેખન પુરેપુરે કથળી ગયું છે અને વધુ કથળશે. ફરીથી કહું તો આ વાત ખાલી ગુજરાતી ભાષાની નથી મોટાભાગની બીજી ભાષાઓ પણ આવા જ તબક્કામાંથી પસાર થઇ રહી છે. ભાષાનો રકાસ ચાલુ કરનાર 'મેકોલે' કહી શકાય. પણ પછી આપણે ૬૫ વરસ સુધી પણ એમાં થી બહાર નાં નીકળી શક્યા એના માટે કોણ જવાબદાર??? આપણે ભાષામાં પણ ઉ...
Comments