"જાઓ, તમે તમારી માતૃભાષા જ ના સમજી શકો!" - એક શ્રાપ આજે ૨૧મી ફેબ્રુઆરી, વિશ્વ માતૃભાષા દિવસ. ગુજરાતી મારી માતૃભાષા છે. અને એની દશા આપણે બધા જાણીએ જ છીએ. ખાલી ગુજરાતી નહી ભારતની મોટ્ટાભાગની ભાષાઓ માટે ચિંતા થવાની શરુ થઇ ગઈ છે. ભાષા ને આપણે ચાર ભાગમાં વહેંચી નાંખીએ: શ્રવણ, કથન, વાંચન, અને લેખન! હજુ, માતૃભાષાનું શ્રવણ અને કથન ખતરામાં નથી. ચંદ્રકાંત બક્ષી કહેતા હતા જ્યાં સુધી સ્ત્રીઓ રહેશે ત્યાં સુધી ગુજરાતી ભાષાનાં અસ્તિત્વને કોઈ જ પ્રશ્ન નથી. વાંચન અને લેખન પુરેપુરે કથળી ગયું છે અને વધુ કથળશે. ફરીથી કહું તો આ વાત ખાલી ગુજરાતી ભાષાની નથી મોટાભાગની બીજી ભાષાઓ પણ આવા જ તબક્કામાંથી પસાર થઇ રહી છે. ભાષાનો રકાસ ચાલુ કરનાર 'મેકોલે' કહી શકાય. પણ પછી આપણે ૬૫ વરસ સુધી પણ એમાં થી બહાર નાં નીકળી શક્યા એના માટે કોણ જવાબદાર??? આપણે ભાષામાં પણ ઉ...
Comments
I myself feel very proud to be working with my boss who came forward to help SP.