Posts

सुना हैं आइना जूठ नहीं बोलता....!!!

सुना हैं आइना जूठ नहीं बोलता .... सुबह होती हैं और अपने आप को देखता हूँ... एक तवायफ की तस्वीर आईने में पाता हूँ... सुना हैं आइना जूठ नहीं बोलता... जिन्दगी जैसे एक कोठा .. हररोज एक नया मुजरा करवाता हैं... जो लोग अपनी घरवाली को  घूँघट में रखते हैं.... वोह लोग ज्यादा मजे लेते हैं... वाह वाही में अपने दिल की घुटन कम महसूस होती हैं... पर ....  कमबख्त आइना जूठ नहीं बोलता!!! जब भी चहेरा दिखलाता हैं नकाब उतरवाता हैं.... सुना हैं आइना जूठ नहीं बोलता....!!! -Manan Bhatt 14-03-2012(12:54)

પ્રેમ વિષે થોડું-"ઘણું".

इश्क्ने 'ग़ालिब' निकम्मा कर दिया, वर्ना हम भी आदमी थे काम के. બસ ૧૪ મી તારીખ નજીક છે ને આવી રહ્યો છે પ્રેમ ના દેખાડાની મોસમ, આમ તો પ્રેમ ને સમય સ્થળ સાથે કશો સંબંધ ના હોય એટલે આવા વાર દાહ્ડા ને બદલે અવિરત પ્રેમ વહ્યા કરે એ જ સારું.... એટલે આ બ્લોગ પોસ્ટ ૧૪ મી માટે લખાયેલ નથી તેનું ખાસ ધ્યાન રાખવું....આમ તો હું રંગીનમિજાજી અને સારા શબ્દ માં કહીએ તો પ્રેમાળ માણસ એટલે બહુ બધી વાર થાય કે સાલું આ પ્રેમ એટલે  શું? (પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખો થી થતો મળવા નો વાયદો....સ્વપ્ના માં પડાય એવો કાયદો....) હવે આ વ્યાખ્યા તો સમજાઈ ગઈ પણ હજુ થાય કે સાલું બધા ને જ સ્વપ્ના તો આવે જ ને એટલે શું એમ સમજવું કે બધા પ્રેમ માં છે??? બક્ષીબાબુ કહેતા 'દુનિયામાં જેટલી સ્ત્રીઓ છે એટલી લવ ની થિયરીઓ છે અને જેટલા પુરુષો છે એટલી સેક્સની થિયરીઓ છે.... પણ સાલું આપણે વિજ્ઞાન માં કાચા એટલે આ થિયરીઓ તો ના સમજાય ....પણ હું મારી વાત તો કરી જ શકું ને કે પ્રેમ મારા માટે શું છે.... ઓશો કહે છે કે પ્રેમ ખાલી અનુભવવાની વસ્તુ છે એના વિષે જેટલું પિષ્ટપેસણ કરો એટલી એની માત્રા માં ઘટાડો થાય.. ..પ્રેમ...

ધનુબા....

અલ્યા વીરેન, હું કામ મારતો હોઈશ છોકરાઓને 'ભગવાને મારેલા જ છે ને.... અલી રિદ્ધી હિંડ તો, આપણે જઈએ રામજી મંદિર બા, બરફ નો ગોળો ...... હિંડ અલાયુ... આઠ આના જ આપીશ  ... તારો દાદો ક્યાં મને પૈસા જ આલે છે !! આ તો રવિ હારો છે કે થોડા પૈસા આપીને જાય છે.... "બાબુલ"નો ગોળો હજુ પત્યો પણ ના હોય ને "નાળીયેરી"ની દુકાન આવે ..  બા...ચોકલેટ.....અલ્યા હજુ ગોળો તો પતાવ... હારું, પણ આઠ આના જ છે ચાર આના વાળી ગોળીયો લેજો વહેંચી ને ખાવાની હો ને .... અને પછી અમારો સંઘ નીકળે માળીવાળા ખાંચાને વટાવતો....   પોપટ લાલચુ ની દુકાન થઇ ને રામજી મંદિર ને ત્યાંથી ગીતા મંદિર ને લાંબીશેરી થઇ ને ભદ્રકાળી...લાલ દરવાજો ઓળંગી ને પહોંચી જઈએ ... કુમાર શાળા ને કન્યા શાળા.... રિદ્ધિ કોણ પજવતું તું તને? હિંડ કહી દે ... હું આવું તારી જોડે ... આજે તો એની "ઘાઘરી જ વંછેરી નાંખું "... અલ્યા,મનન  રહેવા દે ને હું  મારતો હઈશ... છોડીને મરાતું હશે?... હાથ પર થોરિયા ઉગશે...થોરિયા... ને પછી ખેડીયા હનુમાન વિજયની બા એ બા ના નાનપણ ના બહેનપણી ત્યાં પાણી પીને ...રણછોડજી મંદિર... બા પ્...

ત્રણ કવિતા !!!

૧) આંખો  વાદળો સામે  મીટ માંડીને બેઠી છે... સ્થિર આંખો ચાલતા - દોડતા - ઉડતા  વાદળો સાથે હરીફાઈની  ઈચ્છા!!!! ભાઈ, ઈચ્છાનું તો કેવું 'બીનબુલાયે' મહેમાનની  જેમ આવી જાય... પણ, આ જીવનકૈદ માંથી  કઈ એમ જ છૂટી શકાય છે??? વાદળ વરસે કે ના વરસે  આંખો તો વરસી ને હળવીફૂલ બની ચુકી છે!!! ૨) એ.સી. નો કર્કશ અવાજ  કબૂતરોનું ઘુ..ઘુ...ઘુ... વાહનો રાક્ષસોની પેઠે અટ્ટહાસ્ય કરતા હોય  એમ હોર્ન વગાડતા વગાડતા  મદમસ્ત બની ને ચાલ્યા જાય છે. માણસોના હાસ્ય, ગાળો, સંવાદો ટુંકાતા જાય છે ... અને  મનના ડુસકા સંભાળતા જાય જીવન ક્યારેક સહજતાથી જ  ઉદ્ભવે છે.... ૩) જેમ ભીંજાયેલ  પંખો પક્ષીઓને  ઉડવા નથી દેતા... તેમ જ  મદ, અહં અને મત્સર  થી  ભીંજાયેલ 'મન' પણ  ઉડાન નથી  ભરી શકતું... ખંખેરવું પડે છે ... સૂકવવું પડે છે ... અને... હે....આ તો ઉડ્યું...ઉડ્યું ...ઉડ્યું....

A sister is a little bit of childhood that can never be lost.

Image
દીદી તારી વિદાય સાથે.... ઘરમાં ઝાંઝર નો અવાજ, મીઠાં ઝગડા, મારા મનને સમજનાર, મને મળતા કોમ્પ્લીમેન્ટ્સ, મા સામે મારો પક્ષ લેનાર, રાતનું વોકિંગ પાર્ટનર, અને જોડે બેસી ને સી.આઈ.ડી. જોનાર જોકિંગ પાર્ટનર ... બધા ની જ વિદાય થઇ છે... હવે!!! કોણ આવશે મારી જોડે કપડા લેવા?? કોણ આવશે પાણીપુરી ખાવા ને દિલની ગાંડી-ઘેલી વાતો સાંભળવા??? અને મારા ફોટો કોણ પાડશે? છેલ્લે There is no better friend than a sister. And there is no better sister than you. © મનન/2010

મનનભાઈ બી.એ.એલ.એલ.બી.

Image
પાંચ વર્ષ ના અથાગ પરિશ્રમ બાદ ૨૨મી  જુનના રોજ મનનભાઈ બી.એ.એલ.એલ.બી. થઇ ગયા. અને એમને મળી ગ્રેજ્યુએશન ની અદભૂત ભેટ...અમૂલ્ય કહું તો પણ ચાલે...વધુ કઈ કહેતો નથી નીચે ફોટોસ મુકું છું.... વિચારવાયુ:   વૈદ્ય, વકીલ અને વૈશ્યા સામે પોતાની જાત ને ખુલ્લી મુકવી જ પડે....

Defining sexual assault

The enhancement of the sentence of former Haryana DGP S.P.S. Rathore, charged with molesting 14-year-old Ruchika Talwar, from just six months to one and a half years, is a very small step in rectifying the glaring anomaly in the law that allowed him to almost get away with a serious crime. In the absence of the popular furore over what happened, and the determined efforts of the young woman's friends and family, it is possible that Rathore would have continued to hold office and escape the jail sentence awarded to him. But even as many will believe that 18 months is hardly adequate punishment for a crime that led to a young woman taking her own life, the sentencing is the beginning of an important process of change in our antiquated laws dealing with sexual assaults of all kinds. Ruchika's is only one case. There are hundreds of such cases in India that never reach the point of conviction. And many more incidents that are never even reported. But because more such...